ટિકીટ તો મળી ગઇ મંત્રી પદ મળે તો પણ નવાઇ નહીં
ભૂતકાળમાં કાગવડ ખાતે ભાજપમાં ન જોડાવવાનાં સોગંધ લીધા હતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
2022 વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે 87 વિસાવદર વિધાનસભા બેઠક પર રાજકીય શાબ્દિક ઘમાસણ શરૂ થઈ છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયાના નજીકના ગણાતા હરીફ ઉમેદવાર કરશન વાડોદરીયાએ ગંભીર આક્ષેપોની ભરમાર કરી છે અગાઉ લેવા પટેલની અતિ પવિત્ર જગ્યામાં ખોડલધામ કાગવડમાં હર્ષદ રીબડીયાએ ભાજપમાં નહીં જોડાવવાના સોગંધ લીધા હતા. તેની સાથે એવો પણ આક્ષેપ કર્યો હતો કે અગાઉ ભાજપમાં જોડાવવા માટે 45 કરોડની ઓફર થઇ હતી એવું નિવેદન હર્ષદ રીબડીયાએ આપ્યુ હતું અને જે જમીન વેંચી છે તે તેના ધંધા માટે વેંચી હોવાનું હરીફ ઉમેદવારે આક્ષેપ સાથે જણાવ્યુ હતું. ત્યારે થોડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને હર્ષદ રીબડીયા ભાજપમાં જોડાયા હતા અને હાલ તે વિસાવદર વિધાનસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
પૂર્વ ધારાસભ્ય હર્ષ રીબડીયાના નિવેદન પર તેમના જ કોંગ્રેસના જુના સાથી મિત્ર અને હાલના વિસાવદર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કરસન વાડોદરિયાએ જણાવ્યું કે હર્ષદ રીબડીયા ખોટા સોગંધ ખાવામાં માહિર છે તેમણે જમીન અંગત કારણોસર વેચી હતી અને ભાજપ પાસેથી કરોડોથી વધુ રૂપિયા લીધા હોય તેવા આક્ષેપો કર્યા છે. વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વિસાવદરમાં રાજકીય ગરમાવો જોવા મળે છે.