વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત દરેક ક્ષેત્રમાં અગ્રેસર રાજ્ય બન્યું છે : હર્ષ સંઘવી
આખી બસનું એડવાન્સ બુકિંગ કરાવવામાં આવશે તો મુસાફરોના ઘર આંગણા સુધી એસ.ટી. વિભાગ સેવા પુરી પાડવા કટિબધ્ધ
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
ભાવનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીના હસ્તે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ લી. દ્વારા રૂ. 762.62 લાખના ખર્ચે નિર્માણ પામેલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું હતું કે, આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને મક્કમ નેતૃત્વના લીધે આજે ગુજરાત દરેક ક્ષેત્રમાં અગ્રેસર રાજ્ય બન્યું છે. આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સામાન્ય અને છેવાડાના નાગરિકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે તેમ જણાવી તેમણે કહ્યું કે, ગુજરાત સરકાર માર્ગ પરિવહન ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવી મુસાફરોની સુવિધામાં વધારો કરવાનો નિરંતર પ્રયાસ કરી રહી છે. લોકોની પરિવહન સુવિધામાં વધારો કરવા રાજ્ય સરકારે તાજેતરમાં જ 2800 થી વધુ બસની ફાળવણી કરી છે. ગૃહ રાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત એસ. ટી. નિગમની 350 જેટલી બસોનું સંચાલન ભાવનગર જિલ્લામાંથી થઈ રહ્યું છે.
- Advertisement -
સુરત, વડોદરા, અમદાવાદ સહિતના વિવિધ જિલ્લામાં મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી સલામત અને સમયબદ્ધ રીતે અને વ્યાજબી ભાવે બસની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત વાર- તહેવાર અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન વધારાની બસો પણ જરૂરીયાત પ્રમાણે દોડાવવામાં આવશે. મંત્રીએ કહ્યું કે, કોઈપણ પ્રસંગ માટે એસ.ટી.ની આખી બસનું જો એડવાન્સ બુકિંગ કરાવવામાં આવશે તો મુસાફરોના ઘર આંગણા સુધી એસ.ટી.વિભાગ સેવા પુરી પાડવા કટીબદ્ધ છે. આ પ્રસંગે ધારાસભ્ય સર્વ જીતુભાઈ વાઘાણીએ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું. આ નવનિર્મિત વિભાગીય કચેરી 753 ચો.મી. બિલ્ટઅપ વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોર તથા ત્રણ માળથી વિવિધ સગવડોથી સજ્જ છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં બાંધકામ શાખા, સીવીલ સ્ટોર રૂમ, નાયબ ઇજનેરની ઓફીસ (એટેચ્ડ ટોઈલેટ) સીવીલ રેકોર્ડ રૂમ, મેઈન્ટેનન્સરૂમ, ઈલેક્ટ્રીક રૂમ, સ્ટાફકાર ડ્રાઇવર રેસ્ટ રૂમ ( એટેચ્ડ ટોઈલેટ), વેલ્ફેર રૂમ, સીક્યુરીટી વિભાગ, સીક્યુરીટી રેકોર્ડ રૂમ, સીક્યુરીટી ઓફીસરની કચેરી ( એટેચ્ડ ટોઈલેટ) ની સુવિધા પ્રથમ માળમાં હિસાબી શાખા, કેશ રૂમ, રેકોર્ડ રૂમ, એકાઉન્ટ ઓફીસર રૂમ, કોમ્યુટર રૂમ, આંકડા શાખા, આંકડા અધિકારીની કચેરી (અટેચ્ડ ટોઇલેટ) વહીવટી શાખા, વહીવટી અધિકારીની કચેરી, વિભાગીય નિયામકની કચેરી (અટેચ્ડ ટોઇલેટ તથા પેન્ટ્રી), રેકોર્ડરૂમ (વહીવટી શાખા), કંટ્રોલ રૂમ, વોટર રૂમ,લ અને શૌચાલયની સુવિધા છે. તેવી જ રીતે બીજા માળમાં પરિવહન શાખા, ડીટીએસ-1, ડીટીએસ-2, ડીટીઓ, ટ્રાફિક રેકોર્ડ રૂમ, કોમર્સ શાખા, કોમ્યુટર રૂમ, શૌચાલય, લેબર શાખા, લેબર ઓફીસર, કોન્ફરન્સ રૂમ, લેબર રેકોર્ડ રૂમ અને ત્રીજા માળમાં સ્ટોરેજ રૂમ સહિતની સુવિધા ઉપલધ્ધ કરવામાં આવી છે.