સુપ્રસિદ્ધ વિદેશી લેખક સમરસેટ મોમ ભારતના અધ્યાત્મ વિશે આવું લખી ગયા છે: “” it is like a razor blade path””. આપણો ગુજરાતી કવિ કહી ગયો છે: “હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને”. સમરસેટ મોમે શૂરાના માર્ગને દાઢી કરવાની બ્લેડના ધાર જેવો માર્ગ કહ્યો છે. એના પર ચાલવા જાવ તો પગ કપાઈ જતા વાર નહીં લાગે. જે આ માર્ગ ઉપર ચાલવા નીકળી પડે તેની માનસિક તૈયારી પગ ચીરાવાની હોવી જોઈએ. મીરાની જેમ રાજમહેલ છોડી દેવો પડે. નરસૈયાની જેમ હાથ બાળવાની તૈયારી રાખવી પડે. સંસારના સંબંધો, દુનિયાદારી, છળ કપટ, પ્રપંચ, કામ, ક્રોધ, લોભ, મોહ અને થોડાક સિક્કાઓ ભેગા કરવાની લાલચ; જે માણસ આ બધું છોડી ન શકે તે ક્યારેય હિન્દુ ધર્મના કાંટાળા માર્ગ ઉપર ચાલી ન શકે. આકરામાં આકરી કસોટીના સમયમાં પણ ઈશ્વર ઉપરની શ્રદ્ધા અડગ ટકાવી શકે તે જ સાચો હિન્દુ. પોતાના જીવનમાં નાનું એવું અશુભ કે કંઈક ખોટું થાય એ સાથે જ કહી દે કે “ભગવાન જેવું કશું છે જ નહીં, આ બધું નર્યું તૂત છે” એવો માણસ દંભી શ્રદ્ધાળુ ગણવો.
હરિનો માર્ગ: શૂરાઓ માટે, નહીં કાયરો માટે

You Might Also Like
Follow US
Find US on Social Medias


