ખાસ-ખબર ન્યૂઝ હારીજ, તા.18
હારીજ દરજી સોસાયટી બહાર મુખ્ય રસ્તા પર યુજીવીસીએલની વિજલાઈનો નાખતા નગરપાલિકાની પાણીની લાઈનો તૂટી ગઈ છે જેના કારણે છેલ્લા એક સપ્તાહથી પાણી વેડફાઈ રહ્યું છે અને પાલિકા એક સપ્તાહ ઉપરાંતથી તૂટેલી પાઇપ શોધવા મથામણ કરી રહ્યું હોવા છતાં હજુ પાઇપ નહીં મળતા લોકોને પાણી પૂરતું મળતું નથી. જેથી ભીલપુરાની મહિલાઓને રસ્તા વચ્ચે ભરાતા ખાડામાંથી પાણી ભરવા મજબુર બનવું પડ્યું છે.