ખાસ-ખબર ન્યૂઝ પાટણ
પાટણના હારીજમાં દેના બેન્ક તથા બેંક ઓફ બરોડા મર્જર થતા બન્ને બેંકના ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે તેમજ છેલ્લા બે મહિનાથી બેંકમાં કેશ લેણદેણ બારી એકજ હોવાથી બેંકમાં ભારે ભીડ જોવા મળી રહી છે. બેન્ક ઓફ બરોડા બેંકની કેશબારી છેલ્લા બે મહિનાથી એકજ બારીમાં કેશ ઉપાડવાની તથા કેશ જમા કરવાની પ્રક્રિયાને લઈને ગ્રાહકો ને ભારે હાલાકી સાથે બેન્કમાં લાઈનમાં ઉભા રહેવાથી સમય વધી જવાની સમસ્યાને લઈને ગ્રાહકોમાં કચવાટ જોવા મળી હતી. જેને લઈ ગ્રાહકોએ બેંક ઓફ બરોડામાં સત્વરે બે કેશબારી ચાલુ કરવાની માંગ સાથે લેખિતમાં રજુઆત કરી હતી