જનસેવા કેન્દ્રો તથા ઈ-ધરાની કામગીરી કરતી આઉટસોર્સિંગ એજન્સી શ્રી દેવીસદાસનું કૌભાંડ
અશ્ર્વિન દોશીની અવળચંડાઈ, ઓપરેટરોને પગારના ડ્રાફ્ટ આપતા નથી
શ્રી દેવીસદાસ વિવિધ વિકાસલક્ષી ટ્રસ્ટ મડાણા (ગઢ) એજન્સી અગાઉની એજન્સી મિડિયેટ રીક્રુટ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ એજન્સીને રાજકોટ કલેક્ટર દ્વારા બ્લેકલિસ્ટેડ કરવામાં આવી હતી. આ એજન્સીએ ઓપરેટરોનો એપ્રિલ-મે 2020નો બે મહિનાનો પગાર ચૂકવ્યો નથી. કલેક્ટર કચેરીમાંથી મિડિયેટ રીક્રુટ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ એજન્સીને જનસેવા ઓપરેટરોનો એપ્રિલ-મે 2020નો બે મહિનાનો પગાર ચૂકવવા જણાવવામાં આવ્યું હતું ત્યારે મિડિયેટ રીક્રુટ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ એજન્સીએ કલેક્ટર કચેરીમાં ઓપરેટરોના બે મહિનાના પગારના ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવ્યા હતા પરંતુ ના. મા. અશ્ર્વિન દોશી અવળચંડાઈ કરી આ ડિમાન્ડ ડ્રાફ્ટ ઓપરેટરોને નથી આપતા અને આ એજન્સીના બિલ પણ પાસ નથી કરતા.
લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવાતો નથી, પીએફ પગારમાંથી કપાય છે પણ પીએફ એકાઉન્ટ ખોલ્યા જ નથી!
રાજકોટ જિલ્લામાં આવેલી જનસેવા કેન્દ્રો તથા ઈ-ધરાની કામગીરી કરતી આઉટસોર્સિંગ એજન્સી શ્રી દેવીસદાસ વિવિધ વિકાસલક્ષી ટ્રસ્ટ મડાણા (ગઢ) એજન્સીના હરિ પારેખ અને યોગેશ પારેખે નાયબ મામલતદાર અશ્ર્વિન દોશી સાથે મળી રાજકોટ જિલ્લા જનસેવા કેન્દ્રમાં કામ કરતા તમામ ઓપરેટરના પીએફમાં મસમોટા ગોટાળા આચર્યા છે. શ્રી દેવીસદાસ વિવિધ વિકાસલક્ષી ટ્રસ્ટ મડાણા (ગઢ) એજન્સીએ રાજકોટ જનસેવા કેન્દ્રના તમામ ઓપરેટરોને કહ્યા મુજબ લઘુત્તમ વેતન ચૂકવ્યું નથી આ ઉપરાંત તમામ ઓપરેટરોના પીએફની રકમ કાપ્યા બાદ પીએફ ખાતાની રકમ જમા કરી નથી. એટલું જ નહીં પરંતુ આ એજન્સીએ પીએફના ખાતા પણ ખોલ્યા નથી. શ્રી દેવીસદાસ વિવિધ વિકાસલક્ષી ટ્રસ્ટ મડાણા (ગઢ) એજન્સી અગાઉની એક એજન્સી મિડિયેટ રીક્રુટ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ એજન્સી જેને ભૂતકાળમાં રાજકોટ કલેક્ટર દ્વારા બ્લેકલિસ્ટેડ કરવામાં આવી હતી તેણે પણ જનસેવા ઓપરેટરોનો એપ્રિલ-મે 2020નો બે મહિનાનો પગાર ચૂકવ્યો નથી.
- Advertisement -
આ એજન્સીને બ્લેકલિસ્ટ કર્યા બાદ નવી આવેલી એજન્સી શ્રી દેવીસદાસ વિવિધ વિકાસલક્ષી ટ્રસ્ટ મડાણા (ગઢ)ના હરિ પારેખ અને યોગેશ પારેખ પણ નાયબ મામલતદાર અશ્ર્વિન દોશી સાથે મિલીભગત કરી જનસેવા ઓપરેટરોને પૂરો પગાર કે પીએફ ચૂકવ્યવનથી અને જ્યારે ઓપરેટરો આ એજન્સી વિરુદ્ધ અરજી કરે છે ત્યારે કોઈ પગલાં પણ લેવાતા નથી. શ્રી દેવીસદાસ વિવિધ વિકાસલક્ષી ટ્રસ્ટ મડાણા (ગઢ) એજન્સીના હરિ પારેખ અને યોગેશ પારેખ વિરુદ્ધ રાજકોટની કલેક્ટર તેમજ મામલતદાર કચેરીમાં વારંવાર ફરિયાદ પણ કરવામાં આવી છે તેમ છતાં જાડી ચામડીના અધિકારી એવા નાયબ મામલતદાર અશ્ર્વિન દોશી આ એજન્સીને છાવરી રહ્યા છે. આ મામલે ન્યાયપ્રિય કલેક્ટર અરૂણ મહેશ બાબુ પગલાં લેશે એવી સૌને આશા છે.
બે મહિનાનો 40 દિવસ મુજબ જ પગાર કર્યો! : એજન્સીવાળાએ ફોન સ્વિચ ઓફ કર્યા
શ્રી દેવીસદાસ વિવિધ વિકાસલક્ષી ટ્રસ્ટ મડાણા (ગઢ) એજન્સીના હરિ પારેખ અને યોગેશ પારેખે રાજકોટ જિલ્લામાં આવેલી જનસેવા કેન્દ્રો તથા ઈ-ધરાની કામગીરી કરતા આઉટસોર્સિંગ ઓપરેટરોના છેલ્લા બે મહિનાનો પગાર 40 દિવસ મુજબ જ કર્યો છે. આ એજન્સી દ્વારા ઓપરેટરોને લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવાશે તેવું કહેવામાં આવ્યું હતું પરંતુ નિયમ મુજબ 26 દિવસ કે 24 દિવસની જગ્યાએ માત્ર 20 દિવસનો જ પગાર ચૂકવ્યો છે. બે મહિનાનો પગાર 40 દિવસ મુજબ ચૂવવવામાં આવતા જ્યારે ઓપરેટરોએ એજન્સીનો સંપર્ક સાધ્યો હતો ત્યારે આ એજન્સીના મુખિયાઓ હરિ પારેખ અને યોગેશ પારેખે ફોન સ્વિચઓફ કરી નાખ્યા હતા.
- Advertisement -
શ્રી દેવીસદાસ વિવિધ વિકાસલક્ષી ટ્રસ્ટ મડાણા (ગઢ) આઉટસોર્સિંગ એજન્સીનાં કૌભાંડો અંગે કલેક્ટર-મામલતદારમાં અનેક ફરિયાદો
આ પણ વાંચો : ઊંચા-ઊંચા સપનાં દેખાડી સુરતની ઠગ-ચંડાળ ચોકડીએ લોકોને લૂંટ્યા!
https://khaskhabarrajkot.com/2021/12/21/the-thug-chandal-quartet-of-surat-robbed-the-people-by-showing-high-dreams/