ભાજપનાં નેતાઓ, સમર્થકો, કાર્યકરોની નારાજગી વચ્ચે હાર્દિકનો ભાજપ પ્રવેશ
ધાણાજિરુમાં ઘોડાની લાદ, દૂધમાં યુરિયા, મરચામાં ડીંટિયાનો ભૂક્કો, શિંગતેલમાં પામતેલ…
- Advertisement -
પાટીલના હસ્તે 12.39ના વિજય મુહૂર્તમાં કેસરિયો ખેસ પહેર્યો, જનતા સાથે દ્રોહ કરવા બદલ માફી માગવાનો હાર્દિકનો સ્પષ્ટ ઈનકાર
ખાસ-ખબર સંવાદદાતા
ભાજપનાં મોટાભાગનાં સમર્થકો, નવ્વાણું ટકા કાર્યકરો અને સો ટકા સમર્થકોની નારાજગી વચ્ચે આજે અરાજકતાવાદી યુવા રાજકારણી હાર્દિક પટેલે અંતે ભાજપમાં પ્રવેશ કર્યો છે. આજે કમલમ ખાતે સી.આર. પાટીલ, નીતિન પટેલ સહિતનાં દિગ્ગજોની ઉપસ્થિતિ વચ્ચે તેણે ભાજપનો કેસરિયો ખેસ-ટોપી ધારણ કર્યા હતાં.
ખાસ-ખબર સંવાદદાતા
પાટીદાર અનામત આંદોલનથી પાટીદારનો ચહેરો બનેલા હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપીને હવે 12.39ના વિજય મુહૂર્તમાં ભાજપનો કેસરિયો ખેસ પહેરી લીધો છે. તેમણે સવારે એસપીજી ગુરુકુળ ખાતે રામ, શ્યામ અને ઘનશ્યામનાં દર્શન કરીને સાધુ-સંતોની હાજરીમાં ગાયની પૂજા કરી હતી. કોબાથી કમલમ સુધી તેમનો રોડ શો યોજાયો હતો. બીજી તરફ, કોંગ્રેસનાં પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટને ભાજપ-પ્રમુખ સી.આર. પાટીલે કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું. આંદોલન સમયે ભાજપના નેતાઓ વિશે જેમતેમ શબ્દો બોલ્યા અને જનતા સાથે દ્રોહ કર્યો તો તેમની માફી માગવા માગો છો, એવા પત્રકારોના સવાલનો જવાબ આપતાં હાર્દિકે કહ્યું, હું જનતા માટે લડતો હતો. તેમણે માફી માગવાના મામલે સ્પષ્ટ ના પાડી દીધી હતી. હાર્દિક પટેલે ભાજપમાં પ્રવેશ મેળવીને પત્રકારોને જણાવ્યું હતું કે આંદોલન દરમિયાન અનેક ચઢાવ-ઉતાર જોયા, 2015માં એક આંદોલનની શરૂઆત થઈ હતી. આ ચઢાવ-ઉતાર દરમિયાન વડાપ્રધાન મોદી દ્વારા 10 ટકા ઊઇઈ આપવામાં આવ્યું. હું કોંગ્રેસમાં જનહિતની ભાવના સાથે જોડાયો હતો. દરેક માણસની આકાંક્ષા હોય કે તે દેશના હિત માટે કામ કરે. મેં કોંગ્રેસથી દુ:ખી થઈને તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે.
- Advertisement -
હું પક્ષનો સામાન્ય કાર્યકર બનીને કામ કરીશ
હું પક્ષનો સામાન્ય કાર્યકર બનીને કામ કરીશ. કેન્દ્રની ભાજપ સરકારે કલમ 370 હટાવી ત્યારે મેં સમર્થન કર્યું હતું. જ્યારે મેં રાજીનામું લખ્યું ત્યારે લોકો કહેતા હતા કે કમલમથી લખાયું છે. આ સમયે કોંગ્રેસના પૂર્વ પ્રમુખે રામ મંદિર વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. આનંદીબેન જ્યારે ભાજપમાં માંડલથી ચૂંટણી લડતાં હતાં ત્યારે મારા પિતા તેમની સાથે હતા. રાષ્ટ્રના હિતની વાત હોય ત્યારે રાજા નહીં, સૈનિકની ભૂમિકામાં છું. હું ઘરવાપસી નથી કરતો, અમે ઘરમાં જ હતા.