છેલ્લા એક મહિનાથી સતત હાર્દિક પટેલની કોંગ્રેસ સામેની નારાજગીનો આખરે અંત આવી ગયો છે. કારણ કે, ગઈકાલે હાર્દિકે કોંગ્રેસના તમામ હોદ્દા અને પદ પરથી રાજીનામું ધરી કોંગ્રેસને આખરે રાજીનામું આપી દીધું છે.
- Advertisement -
હાર્દિક પટેલે કોંગ્રેસ પર ઠાલવ્યો રોષ
કોંગ્રેસમાં જોડાયો ત્યારે સપનું હતું કે જે હિત સાથે પાર્ટીમાં આવ્યો છું, તે ખૂબ આક્રમક રીતે કરી શકી, અમે ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો કરાવ્યો પણ 2019થી 2022 સુધી કોંગ્રેસને જાણી ત્યારે ખબર પડી કે કોંગ્રેસમાં સૌથી મોટી જાતિવાદની રાજનીતિ છે. ગુજરાત કોંગ્રેસમાં અસંખ્ય કાર્યકર્તા અને ધારાસભ્યો નારાજ ચાલી રહ્યા છે. સાચી વાત કહેવામાં આવે ત્યારે ખોટી ખોટી માહિતી ફેલાવવામાં આવે છે, ગુજરાતમાં અમે પદયાત્રા કરતાં હતા ત્યારે અમને ખબર પડતી હતી કે અમારા નેતા AC માં બેસી રહેતા હતા
આ જ નેતાઓ કહેતા હતા કે તારા જેવા નેતા પાર્ટીમાં આવે ત્યારે ફાયદો થશે, હવે આ જ નેતાઓ ટીવી પર આવીને મન ફાવે એમ બોલે છે ગુજરાતમાં એવા અસંખ્ય ધારાસભ્ય એવા છે, માત્ર ને માત્ર કોંગ્રેસ તેમનો દુરુપયોગ થાય છે અને પછી ફેંકી દેવામાં આવે છે ચીમન ભાઈને આવી જ રીતે હટાવી દેવામાં આવ્યા હતા આ વિઠ્ઠલ રાદડિયાને હટાવી દેવામાં આવ્યા, નરહરિ અમીનને હટાવી દેવામાં આવ્યા.
ગુજરાતની ભાજપ સરકારના કર્યા વખાણ
ભાજપ સરકારે 10 ટકા અનામત આપી જેનો ફાયદો સીધો પાટીદાર સમાજને થયો, અમે દુ:ખી હતા એટલે અમે આંદોલન કરતાં હતા પણ સરકારે જ મોટું મન રાખીને 10 ટકા અનામત આપી હતી. ભાજપમાં દરેક સમાજને પ્રભુત્વ આપવામાં આવે છે કોઈ પણ સમાજ કે જાતિનો ચહેરો મુખ્યમંત્રી બની શકે છે જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનો ઈતિહાસ જોવા જેવો છે. માત્ર વોટબેન્કને ધ્યાને રાખી નિર્ણયો લેવામાં આવે છે.
- Advertisement -
કોંગ્રેસમાં દલિત, OBC અને પાટીદાર ધારાસભ્ય સાથે અન્યાય કરવામાં આવે છે. તમારી જાત તમારે ચિંતન કરવાની જરૂર છે, ઉદયપુરમાં શિબિર કરવાની જરૂર નથી. મને અસંખ્યક લોકોએ કહ્યું કે તે પાર્ટી છોડી ખૂબ સારું કામ કર્યું. માત્ર 7-8 લોકો 33 વર્ષથી કોંગ્રેસ પાર્ટી પર રાજ કરે છે
છેલ્લા ત્રણ વર્ષથી કોંગ્રેસ પાર્ટીએ મારી એક પણ કોન્ફરન્સ નથી કરી, મારે જાતે જ પત્રકાર પરિષદ કરવી પડે છે. રાહુલ ગાંધી ગુજરાત આવે ત્યારે રૂમમાં બેસીને બધા નેતા ચિંતા કરે છે કે રાહુલ ગાંધીને કઈ ચિકન સેન્ડવીચ આપવી છે, ગુજરાતની સમસ્યા વિશે કોઈ વાત કરવામાં આવતી હતી નહીં.
ગુજરાત કોંગ્રેસમાં માત્ર ને માત્ર જાતિવાદની વાત થાય છે અને ચૂંટણીલક્ષી વ્યૂહરચના પણ જાતિવાદી જ હોય છે. દોઢ મહિના પહેલા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમની જાતિ વિશે વાત કરવામાં આવી હતી. દુ:ખ સાથે કહેવું પડે છે, આજે ઘણા કોંગ્રેસ નેતા નરેશભાઈને મળ્યા,અને 12 મિનિટમાં તો બહાર આવી ગયા, ભાઈ 12 મિનિટમાં શું ચર્ચા કરીને આવ્યા?