હાર્દિક પટેલે વ્હોટ્સએપનું પ્રોફાઇલ પિક્ચર બદલ્યું
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે વ્હોટ્સએપ ડીપી આજે ચેન્જ કરી નાખ્યું છે, જોકે આ ડીપીમાંથી કોંગ્રેસનો પંજો નીકળી ગયો છે, પણ ફેસબુક અને ટ્વિટરમાં એ જ પ્રોફાઈલ પિક્ચર છે જે વ્હોટ્સએપમાં હતું. ઈન્સ્ટાગ્રામમાં ફોર્મલ પિક્ચર જ રાખ્યું છે. જાણકારોના મતે હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા ત્યારથી તેના વ્હોટ્સએપ નંબરમાં આ કોંગ્રેસના પંજાની નિશાનીવાળું ડીપી હતું અને એમાં લખ્યું હતું કે હું લડીશ અને જીતીશ. જોકે હજુ ગઈકાલ 22 તારીખ સુધી ડીપી હતું, પણ એકાએક આજે બદલાઈ ગયું હતું.
હાર્દિક પટેલ છેલ્લા થોડા દિવસોથી જે રીતે કોંગ્રેસ સામે અસંતોષનો ભાવ વ્યક્ત કરે છે અને ભાજપના ગુણગાન ગાય છે એ જોતાં ગુજરાતના રાજકારણમાં કોઈ નવાજૂનીનાં એંધાણ થાય તો નવાઈ નહીં. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અગ્રણી પાટીદાર નેતા હાર્દિક પટેલ પક્ષની નેતાગીરીથી નારાજ છે. દિલ્હીમાં હાઇકમાન્ડને મળ્યા પછી તેમણે કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં જોડાવાનો સંકેત આપી દીધો છે. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા કે તેઓ ભાજપની નેતાગીરીથી અને તેની સંગઠન શક્તિથી ખૂબ પ્રભાવિત છે અને ભાજપની લીડરશિપમાં નિર્ણયો લેવાની ક્ષમતા છે.
ફેસબુક અને ટ્વિટરમાં પ્રોફાઈલ પિક્ચર યથાવત
વ્હોટ્સએપ, ફેસબુક અને ટ્વીટરમાં હાર્દિક પટેલે જે પ્રોફાઈલ પિક્ચર રાખ્યા હતા એ ત્રણેયમાં સરખાં હતાં. એમાં બ્લૂ બેકગ્રાઉન્ડ હોય, પોતાનો ફોટો હોય અને બાજુમાં કોંગ્રેસનો પંજો દોર્યો હોય. સાથે લખ્યું હોય કે હું લડીશ અને જીતીશ. આ પ્રોફાઈલ પિક્ચર વ્હોટ્સએપમાંથી નીકળી ગયું છે અને એની જગ્યાએ ફોર્મલ ફોટો આવી ગયો છે. જોકે ફેસબુક અને ટ્વિટરમાં પંજાવાળું પ્રોફાઈલ પિક્ચર યથાવત છે, પણ એવું માનવામાં આવે છે કે હાર્દિક પટેલ કોઈ નવાજૂની કરવાના મૂડમાં છે અને બદલાવની શરૂઆત વ્હોટ્સએપમાં ડીપીથી કરી દીધી છે.