બિહારમાં હાર્દીકનો જબરા ફેન
કોઈ પણ રમતમાં ખેલાડીઓ પ્રત્યે ચાહકોનો ક્રેઝ ઘણી વખત જોવા મળે છે. ચાહકો ખેલાડી માટે કંઈપણ કરવા માટેની ઇચ્છા રાખે છે. ઘણી વખત રમતમાં જોવા મળ્યું છે કે ચાહકો ખેલાડીઓને મળવાના કોઈ પણ હદને પાર કરે છે. આવો જ એક જબરા ફેન બિહારના નવાદામાં જોવા મળી રહ્યો છે, જે પોતાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા માટે પોતાનો ક્રેઝ બતાવી રહ્યો છે. રવિ આઈપીએલ 2022 માં ગુજરાત ટાઇટન્સ વિજેતા બનતા એટલો ખુશ હતો કે તેણે પોતાનું સલૂન એક દિવસ માટે મફત ખૂલું રાખ્યું હતું. રવિ સલૂનમાં આવેલા ગ્રાહકોને એક દિવસ માટે હેરકટ અને શેવિંગ ફ્રીમાં કરી આપી.
- Advertisement -
ગુજરાત ટાઇટન્સ તેની ફેવરીટ ટીમ
ગુજરાત ટાઇટન્સની જીત બાદ રવિએ પોતાની રીતે જશ્ન મનાવ્યો હતો. રવિના નવાડામાં નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ અકુના રોડ પર મેન્સ હેર પાર્લર ધરાવે છે. આ પાગલ ફેનનો ક્રેઝ નવાદામાં આખો દિવસ ચર્ચાઇ રહી છે. શહેરની નહેર પર આવેલા એકૌનામાં કાર્યરત પંડ્યા જેન્ટ્સ પાર્લરના સંચાલક રવિ પંડ્યાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ટાઇટન્સ તેની ફેવરિટ ટીમ છે કારણ કે તેનો ફેવરિટ પ્લેયર હાર્દિક તેનો કેપ્ટન છે. ટાઇટન્સની શાનદાર જીત બાદ રવિની ખુશીને કોઇ સ્થાન ન હતું. તેની ઉજવણીનો ઉત્સાહ તેના મનમાં સતત રહેતો હતો, જે પછી તેણે આ અનોખી પહેલ કરી હતી.રવિએ સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરી હતી અને લોકો સવારે તેના પાર્લરમાં આવવા લાગ્યા હતા.
નવા ગ્રાહકો પણ ફ્રી સેવાનો લાભ મેળવવા આવ્યા
રવીએ તેની દુકાનની આસપાસ પોસ્ટર લગાવીને બધે ચર્ચા ફેલાવી દીધી હતી. આમ તો એમના રોજબરોજના ગ્રાહક તો દુકાનમાં આવતા જ હતા પરંતુ આ ચર્ચા ના લીધે બીજા નવા ગ્રાહકો પણ આવ્યા હતા. ઘણાં લોકો તો આ સમાચારની ખાતરી કરવા જ આવ્યા હતા એને પણ આ ફ્રી સુવિધાનો લાભ લીધો હતો. રવીએ કોઇપણ ને નિરાશ કર્યાં વગર બધા ની સેવા કરી હતી. યાદી રાખવા માટે રવીએ બધા જ ગ્રાહકોના રજીસ્ટર પર હસ્તાક્ષર લીધા હતા અને બધા નો રેકોર્ડ રાખ્યો છે .
- Advertisement -
સલુનનું નામ પણ પંડ્યાના નામ પર
રવિ એ જણાવ્યું હતું કે પોતાનાં સલુન નું નામ પણ પંડ્યા ના નામ પર જ રાખ્યું હતું. અકોના બજારમાં ભરોસ રોડ ઉપર રવિની દુકાન આવેલ છે જેને તે વર્ષો થી ચલાવતો આવી રહ્યો છે. રવિ એ કહ્યું કે હું હાર્દિક ભાઈ નો બહુ મોટો ચાહક છું એટલે જ ગુજરાત ટીમ મારા દિલથી જોડાયેલ છે. જીત ની ખુશી માં એક દિવસ મારા સલુન માં આવતા લોકો ને ફ્રી સર્વિસ આપવાનું નક્કી કર્યું. પોતાનાં પાર્લરમાં રવીએ બધા જ ગ્રાહકો અને સાથી મિત્રોને મીઠાઈ ખવડાવી અને ઠંડુ પીવડાવ્યું. હાર્દિક પંડ્યાને મળવાનું રવિનું સપનું છે.