ગુલાબી ચડ્ડી પર ભગવો રંગ કેવી રીતે ચડી શકે?
ટેકનિકલી જ શક્ય નથી. તમે કોઈપણ રંગારાને પૂછી લેજો. ચડ્ડી સફેદ હોય તો તેની પર ભગવો રંગ ચડી શકે, ગુલાબી ચડ્ડી પર શક્ય જ નથી. હાર્દિક પટેલ ઉર્ફે ગુલાબી ચડ્ડીને ભગવા રંગે રંગવાનાં પ્રયત્નો કોણ કરી રહ્યું છે? શા માટે? જરૂર શી છે? શું નરેન્દ્ર મોદીનું નામ, તેમનાં કામ અને અમિત શાહ- સી. આર. પાટિલની રણનીતિ કરતાં પણ હાર્દિક પટેલનું કદ મોટું છે? શું ગુજરાતમાં ભાજપે ઓછાં કાર્યો કર્યાં છે? શું કરેલાં કાર્યો પર ભરોસો નથી? શું જનતા પર, મતદારો પર વિશ્ર્વાસ નથી? હાર્દિક પટેલનાં સંભવિત ભાજપ પ્રવેશની વાતથી બધાં સ્તબ્ધ છે. ભાજપનાં કાર્યકરોને આંચકો લાગ્યો છે, કોઈ જાતનાં સ્વાર્થ વગર સોશિયલ મીડિયામાં અને વર્ડ ઑફ માઉથ થકી ભાજપનો પ્રચાર કરતાં, ભાજપને ટેકો આપતાં સમર્થકોને જબરો આંચકો લાગ્યો છે. બધાં જ છેતરાયાની લાગણી અનુભવે છે. આટલાં વર્ષો સુધી આ બધાં ટેકેદારોએ મીટર વગરનાં પાસીયાઓ સામે લમણાં લીધા છે. કોઈએ આ સમર્થકોને પડીકાં બંધાવી દીધાં નથી. ભાજપે ક્યારેય તેમને મોળી ચા સુદ્ધાં પીવડાવી નથી. ફાયદો શો થયો? શું હવે તેમણે હાર્દિકનાં પણ ગુણગાન ગાવાનાં છે? કાર્યકરો અને સમર્થકોની વાત છોડો, નેતાઓ પણ નારાજ છે. આ બલા લાવવાથી શો ફાયદો થવાનો છે એ કોઈને સમજાતું નથી. હાર્દિક પટેલ એક અત્યંત અશ્ર્લિલ કક્ષાનાં જ્ઞાતિવાદનું પ્રતીક છે. ગુજરાતમાં છેલ્લાં પાંચ-સાત વર્ષમાં અધમ કક્ષાનો જ્ઞાતિવાદ ફેલાવવામાં તેનો અને તેનાં રાજકોટ સ્થિત એવરગ્રીન ક્ધફ્યુઝ્ડ કાકાનો સૌથી મોટો શિયાળફાળો છે. હાર્દિકનો રાજકીય જન્મ જ જ્ઞાતિવાદ અને ભાજપવિરોધનાં બે શુક્રાણુમાંથી થયો છે અને તેનું અસ્તિત્વ પણ આ બેય પાયા પર જ ટકેલું છે. જો તેનામાંથી જ્ઞાતિવાદ અને ભાજપવિરોધ બાદ કરી નાંખો તો કદાચ તેનું હાડપિંજર પણ ન વધે.
- Advertisement -
હાર્દિક પટેલ એક અત્યંત અશ્ર્લિલ કક્ષાનાં જ્ઞાતિવાદનું પ્રતીક છે, ગુજરાતમાં છેલ્લાં પાંચ-સાત વર્ષમાં અધમ કક્ષાનો જ્ઞાતિવાદ ફેલાવવામાં તેનો અને તેનાં રાજકોટ સ્થિત એવરગ્રીન ક્ધફ્યુઝ્ડ કાકાનો સૌથી મોટો શિયાળફાળો છે.
હાર્દિક એકાદ વર્ષ સુધી ક્રાઉડ પૂલર હતો, હવે એની સભામાં ભોજીયો ભાઈ પણ નથી આવતો
અત્યારે પણ હાર્દિક એનેમિક છે, દુર્બળ અને નૂરહિન છે. એક સમયે એ ત્રાડ નાંખતો, હવે મ્યાંઉ મ્યાંઉ પણ કરી શકતો નથી, માત્ર ચૂં ચૂં કરે છે. એનો જનાધાર પૂર્ણત: છીનવાઈ ગયો છે. ઈનફેક્ટ, તેની પાસે જનાધાર ક્યારેય હતો જ નહીં, પોતાની જ્ઞાતિનાં થોડાં ઉન્માદી યુવાનોનાં કેટલાંક ટોળાંઓનું તેને સમર્થન હતું. એ ઉન્માદ હતો અને ઉન્માદ હોય છે જ શમી જવા માટે, સોડા બોટલનું બૂચ ખોલ્યું, એક ઉભરો આવ્યો, થોડાં કલાકો ઝીણા-ઝીણા બૂડબૂડિયા થયા અને પછી એ બબલ્સ પણ શમી ગયા. એકાદ વર્ષ સુધી એ ક્રાઉડ પૂલર હતો. હવે એની સભામાં ભોજીયો ભાઈ પણ નથી આવતો. રાજકીય દૃષ્ટિએ એ અછૂત છે. કોંગ્રેસે તેની એ જ વલે કરી- જે માટે એ લાયક હતો. કોંગ્રેસમાં તેને કદ પ્રમાણે વેંતરી નંખાયો. કોઈ તેનું સાંભળવા તૈયાર ન હતું. કાર્યકરો પણ નહીં અને નેતાગીરી પણ નહીં. વાસ્તવમાં તેની લાયકાત પણ એ જ હતી. રાજકારણમાં બે-ત્રણ પ્રકારનાં લોકો જ ચાલે. એક, જેનો જનાધાર હોય- ક્રાઉડ પૂલર હોય, લોકોનાં ટોળાં એકઠાં કરી શકે. બીજાં, જેની પાસે ભયંકર બુદ્ધિમત્તા અને કોમન સેન્સનું કોમ્બિનેશન હોય.
- Advertisement -
ત્રીજાં, ગૂંડા હોય અને સાથે-સાથે ચિક્કાર પૈસા હોય. ગૂંડા અને લુખ્ખા વચ્ચે તફાવત હોય છે. એટલે ત્રીજી કેટેગરીમાં પણ હાર્દિક ફિટ બેસે તેમ નથી. બુદ્ધિમંતો કહે છે કે, રાજકારણમાં ક્યારેય કોઈ કાયમી દોસ્ત કે કાયમી દુશ્મન નથી હોતા! તો શું કાલે સવારે ભાજપ યાસીન મલીક કે અસદુદ્દીન ઓવૈસીને પણ પ્રવેશ આપશે? શું ભીમ આર્મીનાં ચંદ્રશેખર, અરાજકતાવાદી જિજ્ઞેશ મેવાણી અને કનૈયાકુમાર પણ ભાજપમાં આવવા ઈચ્છે તો? રાજકારણ ગંદુ છે, તકવાદી છે, તકલાદી છે… બધી વાત સાચી. છતાં કમસેકમ તમે જનતાને ચહેરો ન દેખાડી શકો તેવાં નિર્ણયો ટાળવા જોઈએ. ભાજપને, અમિત શાહને, નરેન્દ્ર મોદીને, ભાજપની રાજ્યની નેતાગીરીને ભાંડવામાં હાર્દિકે કશું બાકી રાખ્યું નથી. વિરોધ પક્ષમાં તો શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા અને ભરતસિંહ સોલંકી જેવા અગણિત નેતાઓ છે. કોઈ હાર્દિક પટેલ જેટલાં નીચલાં સ્તર સુધી ગયું નથી. રાજકીય સ્પર્ધા અલગ બાબત છે- ગાળાગાળી અને દુશ્મનાવટ સાવ ભીન્ન વાત છે.
ફેસબૂક પર એક નિવૃત્ત અધિકારીએ હાર્દિકની મોદી-ભાજપની અનેક ટ્વિટ શેઅર કરી છે.
ભાજપને, અમિત શાહને, નરેન્દ્ર મોદીને, ભાજપની રાજ્યની નેતાગીરીને ભાંડવામાં હાર્દિકે કશું બાકી રાખ્યું નથી
આ ટ્વિટમાં તેનાં ભાજપ-મોદી વિરૂદ્ધનાં વલણ ઉપરાંત હિન્દુ વિરોધી માનસિકતાનાં પણ દર્શન થાય છે. એક ટ્વિટમાં એ લખે છે:
‘શ્રી રામ કહ ગયા સિયા સે,
ઐસા કલિયુગ આયેગા.
ગોડસે કા મંદિર બનેગા,
તંબૂ મેં રામ વિરાજા જાયેગા.
માર ન સકેગા એક અંગ્રેજ કો,
વોહ ગાંધી મારકે હિન્દુ કહલાયેગા.
જો નિભા ન સકે પત્ની સે,
દુસરો કી સી.ડી. બનવાયેગા.
બાંટેગા હિન્દુ કો મુસ્લિમ સે,
દલિત કો ભી ખા જાયેગા.
ગાય કો કહકર અપની માઁ,
ઉસકા માંસ તક બેચ ખાયેગા.’
વધુ કેટલીક ટ્વિટ જુઓ:
‘મહિલાઓ કી જાસુસી કરનેવાલે,
ગુજરાત કો ભય મેં રખનેવાલે.
ભ્રષ્ટાચાર કો ખતમ કરને કે વાદે કો
જુમલા બતાને વાલે
યુવાઓ કો ગોલી ચલાકર
જનરલ ડાયર કા રૂપ લેનેવાલે,
અમિત શાહ…. ગો બેક, ગો બેક!
વધુ કેટલાંક નમૂના:
(1) ન હિન્દુ ખતરે મેં હૈ,
ન મુસલમાન ખતરે મેં હૈ.
યહ સચ હૈ કી,
સત્તાપક્ષ કી દુકાન ખતરે મેં હૈ.
(2) અગર સુબહ કા દેશદ્રોહી,
શામ કો સત્તાપક્ષ મેં જુડ જાયેં
તો ઉસે દેશભક્ત કહતે હૈં!
(3) હિન્દુ-મુસ્લિમ કા ચશ્મા
ઉતારકર દેખો,
યહ પાર્ટી બિલકુલ
નંગી નઝર આયેગી!
હાર્દિકની આવી અગણિત ટ્વિટ અને સેંકડો નિવેદનો છે. તેણે રાજકારણથી હટીને બીલો ધ બેલ્ટ પ્રહારો કરવામાં કશું બાકી રાખ્યું નથી. ભાજપને એ વસ્ત્રહિન પાર્ટી કહે છે ત્યારે મને તેનો ગુલાબી ચડ્ડીવાળો વિડીયો જ યાદ આવે છે. અને પછી એ જ વિચાર આવે છે: ‘શું ગુલાબી રંગ પર ભગવો રંગ ચડી શકે?’ હું સ્પષ્ટપણે માનું છું કે, ભાજપ-હાર્દિકનાં સંબંધો અનૈતિક, સૃષ્ટિ વિરૂદ્ધનાં છે.