સ્ટોલ ધારકોનો પાથરણાવાળાના કારણે ધંધામાં માઠી અસર પડતી હોવાનો આક્ષેપ
ખાસ-ખબર સંવાદદાતા
ગઈકાલે શરૂ થયેલા રાજકોટના લોકમેળામાં સ્ટોલ ધારકોએ પાથરણા ધારકો સામે વિરોધ નોંધાવ્યો હતો. પાથરણા ધારકોનો ત્રાસ હોવાનું લોકમેળાના સ્ટોલ ધારકોનું કહેવું છે ત્યારે આ અંગે તમામ સ્ટોલ ધારકો આજે જિલ્લા કલેકટરના ક્ધટ્રોલ રૂમ ખાતે પહોંચી વિરોધી નોંધાવ્યો હતો. ગત વર્ષે પણ આ અંગે સ્ટોલ ધારકો દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા. આ વર્ષે પણ પાથરણાવાળાના કારણે સ્ટોલ ધારકોને ધંધા પર માઠી અસર થઈ રહી હોવાનો આરોપ લોકમેળાના સ્ટોલ ધારકો લગાવી રહ્યા છે.
- Advertisement -
વધુમાં સ્ટોલ ધારકોનું કહેવું છે કે તેઓએ ત્રણથી છ લાખ રૂપિયા ખર્ચીને સ્ટોલ બુક કરાવ્યા છે તો બીજી તરફ પાથરણાવાળા છે કે જેઓ એક રૂપિયો આપ્યા વગર પાથરણા પાથરી ધંધો કરી રહ્યા છે તેથી સ્ટોલ ધારકોએ વિરોધ નોંધાવ્યો છે.
રાજકોટમાં ગઈકાલે રસરંગ મેળાનો પ્રારંભ થયો હતો ત્યાં આજે લોકમેળામાં સ્ટોલ ધારકોએ વિરોધ કર્યો હતો. સ્ટોલ બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે.
મેળામાં વગર પૈસે પાથરણા ધારકો કે જેના કારણે લાખો રૂપિયા ખર્ચીને બેસેલા સ્ટોલ ધારકોને ધંધામાં માઠી અસર પડી રહી છે. આજરોજ મેળાના સ્ટોલ ધારકોએ જિલ્લા કલેકટરના કંટ્રોલ રૂમ ખાતે વિરોધ નોંધાવ્યો હતો.