વિડીયો વાયરલ થયો : વન વિભાગ આવી પજવણી સામે લાચાર
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જંગલનાં રાજા સિંહનો પજવણીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો કોડીનાર પંથકનો હોવાનું માનવામાં આવી રહ્યું છે,જેમાં સિંહ પાછળ એટલાક લોકો વાહન દોડાવી પજવણી કરી રહ્યાં છે. વારંવાર સામે આવતા વિડીયો સામે વન વિભાગ પણ લાચાર બન્યું છે. વન વિભાગની કનડગતથી ખેડૂતો પરેશાન છે. વિસાવદરમાં તાજેતરમાં જ ગ્રામજનો અને વન વિભાગનાં અધિકારીઓ વચ્ચે બબાલ થઇ હતી. તેમજ વન વિભાગ સામે વારંવાર આવા આક્ષેપો થતા રહે છે. બીજી તરફ સિંહ દર્શનનાં વિડીયો પણ સામે આવતા રહે છે. ગેરકાયદેસર સિંહ દર્શનની ફરિયાદો સામે આવે છે. એટલું જ નહી વન્ય પ્રાણીને પજવણીની ઘટના પણ વારંવાર બને છે. આવા ઘટના સામે વન વિભાગ લાચાર બની જાય છે. સિંહની પજવણીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે.
આ વિડીયો કોડીનાર પંથકનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અહીં એક સિંહ પાછળ બેફામ રીતે વાહન દોડાવવામાં આવી રહ્યું છે. સિંહ પણ વાહનની આગળ દોડી રહ્યો છે. રસ્તાની બન્ને બાજુ ઝાડ હોય સિંહ પણ જઇ શકતો નથી અને વાહન ચાલકો વિકૃત આનંદ ઉઠાવી રહ્યાં છે. લાઇટનાં અંજવાળે સિંહની પાછળ વાહન દોડાવવામાં આવી રહ્યાં છે. કોડીનાર પંથકમાં સિમેન્ટ ફેટકરીનાં જવાનો માર્ગ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમજ રાજકીય ઇશારે વન વિભાગ તપાસ ન કરતું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જંગલની બહાર વારંવાર થતી સિંહની પજવણી સામે તંત્રએ કડક કાર્યવાહી કરવાની જરૂર છે.


