ખાસ-ખબર સંવાદદાતા
પ્રિયંકા ચોપરા આજે પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહી છે. પ્રિયંકા ચોપરાએ 23 વર્ષના કરિયરમાં પ્રસિદ્ધિનું વિશેષ સ્થાન હાંસલ કર્યું છે. માત્ર 18 વર્ષની ઉંમરમાં મિસ ઈન્ડિયા અને મિસ વર્લ્ડનો ખિતાબ જીતનારી પ્રિયંકા ચોપરાનો જન્મ 1982માં જમશેદપુરમાં થયો હતો. પ્રિયંકાના માતા-પિતા બંને જ આર્મી ડોક્ટર રહ્યા છે. પ્રિયંકા ચોપરાએ પોતાનો અભ્યાસ દેશના અનેક શહેરોમાં કર્યો છે. પ્રિયંકા ચોપરા બાળપણથી એક્ટર નહીં પરંતુ ક્રિમિનલ સાયકિયાટ્રિસ્ટ બનવા માંગતી હતી. માત્ર 18 વર્ષમાં જ મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતીને પ્રિયંકા સ્ટાર બની ગઈ હતી.
પ્રિયંકા ચોપરાએ પોતાના 23 વર્ષના કરિયરમાં પોતાની મહેનતના દમ પર બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાના નામનો સિક્કો ચલાવ્યો છે. પ્રિયંકા ચોપરાએ અત્યાર સુધીમાં 80થી વધુ ફિલ્મો અને સીરિઝમાં કામ કર્યું છે. વર્ષ 2000માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યા બાદ પ્રિયંકા ચોપરાએ શોર્ટ ફિલ્મ સાજન મેરે સતરંગિયાથી પોતાના કરિયારની શરૂૂઆત કરી હતી. ત્યારબાદ પ્રિયંકા ચોપરાએ ઝવફળશુવફક્ષ નામની પ્રથમ ફિલ્મ કરી હતી. ત્યારબાદ વર્ષ 2003માં પ્રિયંકાએ ઝવય ઇંયજ્ઞિ: કજ્ઞદય જજ્ઞિિું જ્ઞર ફ જાુ માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરંતુ એજ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ અંદાજ એ પ્રિયંકાને હિરોઈન બનાવી દીધી હતી.
- Advertisement -
બોલીવુડથી લઈને હોલીવુડ સુધી નામ કમાઈ
અંદાજ બાદ પ્રિયંકા ચોપરાએ ક્યારેય પાછળ ફરીને ન જોયું. ત્યારબાદ પ્રિયંકાએ પ્લાન, કિસ્મત, અસંભવ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું. વર્ષ 2005માં આવેલી ડેવિડ ધવન સ્ટારર ફિલ્મ મુજસે શાદી કરોગી માં પ્રિયંકા ખૂબ પસંદ કરવામાં આવી હતી.આ ફિલ્મ પણ સુપહિટ રહી હતી. આ સાથે જ પ્રિયંકા ચોપરાની ગણતરી ટોપ એક્ટ્રેસમાં થઈ ગઈ. પ્રિયંકા ચોપરાએ લગભગ દોઢ દાયકા સુધી બોલીવુડની અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું.
હોલીવુડમાં રચ્યો ઈતિહાસ
2016માં પ્રિયંકા ચોપરાએ હોલીવુડમાં એન્ટ્રી કરી. પ્રિયંકા ચોપરા બોલીવુડની પહેલી એવી હિરોઈન બની જેણે હોલીવુડમાં લીડ રોલ કર્યો. વર્ષ 2018માં પ્રિયંકા ચોપરાએ નિક જોનસ સાથે લગ્ન કરી લીધા હતા. હવે પ્રિયંકા અમેરિકામાં જ રહે છે. પ્રિયંકા ચોપરાની એક પુત્રી છે જેનુ નામ માલતી છે. પ્રિયંકા ચોપરા હજુ પણ બોલીવુડની ફિલ્મોમાં કામ કરે છે.