ગૂગલ હવે આપણી જીંદગીનો એક ભાગ બની ચૂક્યુ છે. ગૂગલ પર રોજ 8.5 અરબથી વધુ કીવર્ડ્સ સર્ચ કરવામાં આવે છે. આ સર્ચ એન્જિન આજે પોતાનો 25મો જન્મ દિવસ ઉજવી રહ્યું છે. આ અવસર પર ગૂગલના હોમપેજ પર ખાસ ડૂડલ પણ બનાવવામાં આવ્યું છે.
ગૂગલે છેલ્લા 25 વર્ષના પોતાના સફરને આ ડૂડલ દ્વારા બતાવ્યો છે અને મજેદાર રીતે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યું છે. જો તમે Google.com પર જશો તો હોમપેજ પર Googleના બદલે ખાસ રીતે ‘G25gle’ લખેલું નજર આવશે અને ખાસ GIF દેખાશે. આ ડૂડલ દર્શાવી રહ્યું છે કે, કંપની 25 વર્ષનો સફર પૂરો કરી ચૂકી છે.
- Advertisement -
Larry Page અને Sergey Brin એ કરી હતી ગૂગલની શોધ
ઈન્ટરનેટ સર્ચ એન્જિન તરીકે ગૂગલ આજે વિશ્વનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. વ્યક્તિને કોઈ પણ માહીતી મેળવવી હોય તો તે ગૂગલ દ્વારા જ સર્ચ કરે છે. ગૂગલ પાસે લગભગ દરેક સવાલના જવાબ હોય છે. ગૂગલની શોધ વર્ષ 1998માં સપ્ટેમ્બર મહિનામાં કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે સ્ટૂડન્ટસ Larry Page અને Sergey Brin એ કરી હતી. બંનેની મુલાકાત 90ના દાયકાના અંતમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના કમ્પ્યૂટર વિજ્ઞાન કાર્યક્રમમાં થઈ હતી. આ જોડીએ એક સારા શોધ એન્જિનનો પ્રોટોટાઈપ વિકસિત કરવા માટે પોતાના હોસ્ટેલના રૂમથી સખત મેહનત કરી હતી. વાસ્તવમાં આની શરૂઆત એક રિસર્ચ પ્રોજેક્ટ તરીકે થઈ હતી. 27 સપ્ટેમ્બર 1998ના રોજ Google Inc.નો સત્તાવાર જન્મ થયો. Larry Page અને Sergey Brinએ Google.stanford.edu એડ્રેસ પર ઈન્ટરનેટ સર્ચ એન્જિન બનાવ્યું હતું. Larry Page અને Sergey Brinએ ઓફિશિયલી લોન્ચ કરવા પહેલા તેનું નામ ‘Backrub’ રાખ્યું હતું. તેને બાદમાં Google કરી દેવામાં આવ્યું હતું.
આજે 25 વર્ષ પૂરા થયા
- Advertisement -
1998 બાદથી હમણા ઘણું બદલાઈ ગયુ છે જેને આજના ડૂડલમાં જોઈ શકાય છે. જોકે, Google નું મિશન હંમેશા એક જ રહ્યું છે કે– વિશ્વની માહિતીને વ્યવસ્થિત કરવી અને તેને સાર્વત્રિક રીતે સુલભ અને ઉપયોગી બનાવવી. વિશ્વભરના અબજો લોકો સર્ચ કરવા માટે, કનેક્ટ થવા માટે, કામ કરવા માટે, રમવા અને બીજા બધા કામ માટે Google નો ઉપયોગ કરે છે.