પરોઢથી મધ્ય રાત્રિ સુધી મહાદેવધામમાં અનેકવિધ કાર્યક્રમો યોજાયા : નગરસેવકો, વોર્ડના હોદ્દેદારો, શહેર ભા.જ.5.ના પદાધિકારીઓએ હાજરી આપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. 10 જાગૃત નાગકિ મંડળ, મહાદેવધામ સમિતિ અને મહિલા મંડળના સંયુકત ઉપક્રમે હનુમાનજી જયંતિની ભાવપૂર્વ ઉજવણી કરવામાં આવી હતી. જીવનનગર, જ્ઞાનજીવન, અમી પાર્કના રહીશોએ મહાઆરતી, અનુષ્ઠાન સાથે મહાપ્રસાદમાં ભાગ લીધો હતો. ભગવાન હનુમાનની આરતી રાજકોટ મહાનગરપાલિકાના દંડક મનિષભાઈ રાડિયા, શહેર ભા.જ.5. ના ઉપપ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, મંત્રી વિજયભાઈ પાડલીયા, વોર્ડ નં. 10ના જયેશભાઈ ચોવટીયા, મનિષભાઈ દેડકીયા, અનિરૂદ્ધભાઈ મયાત્રા, નગરસેવકો ચેતનભાઈ સુરેજા, જયોત્સનાબેન ટીલાળા, મહેન્દ્રસિંહ ચુડાસમા, અશ્વિનભાઈ કોરાટ, આનંદભાઈ માકડીયા, મહિલા મોરચાના મયુરીબેન ભાલાળા, વિવેકાનંદ યુથ વોર્ડના શ્યામભાઈ ડાભી, નિલેશભાઈ અનડકટ, હિતેશભાઈ ડોડિયા, હર્ષદભાઈ જળુ અને દર્શિતભાઈ જોષી, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, સહિત આગેવાનોની હાજરીમાં કરવામાં આવી હતી.
મહાનગરપાલિકા દંડક મનિષભાઈ રાડિયાએ કહ્યું; હનુમાન જયંતિ નિમિત્તે આદિ પરંપરાથી દાદાની પૂજા-અર્ચના, ભક્તિ, શ્રદ્ધાથી દેશભરમાં ઉજવણી થાય છે. હનુમાનજીએ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડયું છે. રામભક્તિ ચિરંજીવ છે. સમગ્ર રાષ્ટ્ર આજે ભક્તિભાવમાં તરબોળ છે. જીવનનગર સમિતિએ રાજયમાં આગવું સ્થાન ઉભું કર્યું છે તેના કારણમાં જયંત પંડયાનું નેતૃત્વને આભારી છે. શહેર ભા.જ.5.ના ઉપપ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, મંત્રી વિજયભાઈ પાડલીયા, નગરસેવકો ચેતનભાઈ સુરેજા, જયોત્સનાબેન ટીલાળાએ મહાદેવધામમાં મહાઆરતી સાથે શ્રધ્ધા ભક્તિનું કેન્દ્ર સ્થાન રાષ્ટ્ર ધર્મનું ઉદાહરણ છે.
- Advertisement -
સમિનિા પ્રમુખ-એડવોકેટ જયંત પંડયાએ મહેમાનોનું સ્વાગત કરી ભારતમાં ઉત્સવ, ત્યૌહારથી સમાજની એકતા જળવાય છે. ભાતૃભાવનું વાતાવરણ માટે લોકભાગીદારી જરૂરી છે. સમિતિ 43 વર્ષથી રહીશો માટે કામ કરે છે તેના પરિણામે સફળતા મળે છે. મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ અને વિનોદરાય ભટ્ટે સ્વાગ સાથે આભારવિધિ કરી હતી. મહાપ્રસાદમાં ઉત્તમ કામગીરી કરનાર મહિલા મંડળના શોભનાબેન ભાણવડીયા, યોગીતાબેન જોબનપુત્રા, ભક્તિબેન ખખ્ખર, આશાબેન મજેઠીયા, કીર્તિબેન, નેહાબેન મહેતા, શિવભક્ત વિજયભાઈ જોબનપુત્રા, પાર્થ ગોહેલ, અંકલેશ ગોહિલ, પ્રકાશ મનસુખભાઈ, પૂજારી પ્રવિણભાઈ ભટ્ટ, રહીશોએ કરી હતી.