વિવાદ વકરતાં એક સનાતની ભક્તે બેરિકેડ્સ તોડી ભીંતચિત્રો તોડવાનો પ્રયાસ કર્યો
કિંગ ઓફ સાળંગપુર મૂર્તિની નીચે ચિતરાયેલાં સહજાનંદ સ્વામીના ચિત્રો પર કાળો પીંછડો પણ ફેરવ્યો: પોલીસે અટક કરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સાળંગપુરમાં કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાના ફાઉન્ડેશનની ખાલી જગ્યામાં વિવાદાસ્પદ ભીંતચિત્રો પર આજે એક સનાતની ભક્તે કુહાડી ચલાવી એને તોડવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત આ ભીંતચિત્રો ઉપર કાળા કલરથી પોતું ફેરવ્યું હતું. બેરિકેડ્સ તોડી પ્રતિમાને નુકસાન પહોંચાડવા આવેલા આ શખસને પોલીસે ઝડપી લીધો છે. આ વ્યક્તિની ઓળખ ગઢડા તાલુકાના ચારણકી ગામની વ્યક્તિ તરીકે થઈ છે અને તેનું નામ હર્ષદ ગઢવી હોવાનું સામે આવ્યું છે. ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના દાસ દેખાડાતાં આ સમગ્ર વિવાદ સર્જાયો છે. આ ભીંતચિત્રોને હટાવી લેવા સાધુ-સંતોએ પણ અપીલ કરી હતી. એવામાં કોઈ હનુમાનભક્ત દ્વારા લાગણી દુભાતાં વિવાદાસ્પદ ભીંતચિત્રો પર કાળો કલર લગાવ્યો હતો. એ ઘટનાને લઈને મંદિર પ્રશાસન દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મંદિરના પારાવેટ બાઉન્સર અને પોલીસ દ્વારા ભીંતચિત્રો બાજુમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઘટનાના પગલે ઉુ.જઙએ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે.
બનાવ બાદ પ્રતિમા કોર્ડન કરાઈ
ભક્ત દ્વારા ભીંતચિત્રોને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યા બાદ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાને વાંસથી કોર્ડન કરી લેવામાં આવી છે તેમજ ભીંતચિત્રો પર જે કાળો રંગ લગાવવામાં આવ્યો છે એને દૂર કરવા માટે મંદિરના સેવકો દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.
હર્ષદ ગઢવી નામનો વ્યક્તિ ગાર્ડનમાંથી છૂપાઇને પ્રતિમા સુધી પહોંચ્યો
ઘટના અંગે બોટાદના જઙ કિશોર બળોલિયાએ જણાવ્યું હતું કે, હુમલાનો પ્રયાસ કરનારની હર્ષદ ગઢવી તરીકે ઓળખ થઇ છે. મંદિરમાં પોલીસ બંદોબસ્ત રાખેલો જ છે. પરંતુ જે રીતે મંદિરનું વિશાળ પરિસર છે અને બાજુમાં જ પાર્કિંગ અને ગાર્ડન પણ છે. હર્ષદ ગઢવી ગાર્ડનમાંથી છૂપાઇને હનુમાનજીની પ્રતિમા સુધી પહોંચી ગયો હતો. પોલીસે હર્ષદને મૂર્તિ પાસેથી ઝડપી લીધો હતો. હર્ષદ ગઢવી સાથે બીજુ કોણ કોણ આવ્યું હતું અને ક્યા વાહનમાં આવ્યા હતા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સાળંગપુર મંદિર પ્રશાસન તરફથી ફરિયાદ આપવામાં આવશે એ રીતે વધુ કાર્યવાહી થશે.
- Advertisement -
View this post on Instagram