– સ્ટેમ્પ કૌભાંડના સૂત્રધાર અબ્દુલ કરીમ તેલગી બનશે ગગનદેવ રાયર
દેશભરમાં ચકચાર જગાવનાર શેરદલાલ હર્ષદ મહેતાના શેરબજાર કૌભાંડ પર સફળ વેબસીરીઝ ‘સ્કેમ 1992: ધી હર્ષદ મહેતા સ્ટોરી’ બાદ હવે હંસલ મહેતા દેશમાં 2003માં ચકચાર મચાવનાર સ્ટેમ્પ પેપર છેતરપીંડી કૌભાંડના સૂત્રધાર તેલગીના વિષય પર ‘સ્કેમ 2003’ લઈને આવી રહ્યા છે. સીરીઝની આગામી સીઝનનું નિર્માણ એટલાંઝ એન્ટરટેઈનમેન્ટે સ્ટુડીયો નેકસ્ટના સહયોગથી કર્યું છે. સીરીઝ ‘સ્કેમ 2003’માં સ્ટેમ્પ કૌભાંડના સૂત્રધાર અબ્દુલ કરીમ તેલગીની ભૂમિકા ગગનદેવ રાયર ભજવશે.
- Advertisement -
તેમણે ‘ઓન ચિરિયા’, નેટફિલકસની સીરીઝ ‘એ સ્યુટેબલ બોય’માં ભૂમિકા ભજવી છે. આ સીરીઝનું સુકાન પણ હંસલ મહેતા અને હીરા નંદાનીએ સંભાળ્યું છે. આ સીરીઝ ટુંક સમયમાં સોની લાઈવ ઈન્ડીયા પર પ્રસારીત થશે. આ નવી સીઝનમાં તેલગીની ફ્રુટના વેપારીથી દેશના સૌથી મોટા સ્ટેમ્પ પેપર કૌભાંડના સૂત્રધાર બનવાની કથા છે. કર્ણાટકના ખાનપુરમાં જન્મેલા તેલગીની કથા પત્રકાર સંજય સિંઘની હિન્દી લુક ‘રિપોર્ટર કી ડાયરી’ પરથી લેવાઈ છે. જેમણે તેલગીના સપટ્ટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.