અસુવિધા સજ્જ એસ ટી સ્ટેન્ડમાં મુસાફરોને સુવિધામાં હાલાકી
ખાસ-ખબર ન્યૂઝ
- Advertisement -
ધ્રાંગધ્રા શહેરના એક માત્ર બસ સ્ટેન્ડ અહીંના આજુબાજુ વિસ્તારોના લગભગ 65 ગામ વચ્ચેનું બસ સ્ટેન્ડ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં અહીં મુસાફરો જીવ મળે છે આ સાથે સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદ ખાતે અપડાઉન કરતા મુસાફરોને પણ દરરોજ બસ સ્ટેન્ડ ખાતે બસની રાહ જોવા માટે થોડા સમય સુધી પ્રતિક્ષા કરી પડે છે. હાલ એક તરફ શિયાળાની સિઝન પૂર્ણ થઈ ચૂકી છે અને ઉનાળાની સિઝન શરૂ થતા હવે બસ સ્ટેન્ડમાં પીવાના પાણી અને ગરમીથી છુટકારો મેળવવા પંખાની જરૂરિયાત ઉભી થઈ છે પરંતુ અહીં નથી પાણીની સુવિધા કે નથી લાઇટની સુવિધા અને અહીં છતમાં લગાવેલ પંખો પણ લટકતો નજરે પડે છે છેલ્લા કેટલાક સમયથી માત્ર સતના આધારે રહેલો પંખો કોઈપણ સમયે નીચે પટકાય તેવી સ્થિતિ છે પરંતુ એસ ટી વિભાગના તંત્ર આ લાયકાત પંખાને ઉતારવા અથવા તેનું સમારકામ કરવામાં આળસ આવે છે જ્યારે આ સતના આધારે રહેલો પંખો કોઈપણ સમયે નીચે પટકાય અને મુસાફરોથી ભરેલા બસ સ્ટેન્ડમાં કોઈની માથે પડે તો મોટી દુર્ઘટના થઈ શકે છે. તેવામાં એસ ટી વિભાગની આ બેદરકારીથી કોઈનો જીવ જાય તે પૂર્વે કોઈ કામગીરી હાથ ધરે તેવી મુસાફરો દ્વારા માંગ પણ કરાઈ છે.