-અન્ય બંધકોને છોડવાની પણ અપીલ
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલુ યુદ્ધ દરમ્યાન આતંકી સંગઠન હમાસે 200 જેટલા ઈઝરાયેલી અને વિદેશી નાગરીકોને બંધક બનાવ્યા છે તે પૈકી બે બંધકોને મુકત કર્યા છે. આ બન્ને બંધક અમેરીકી મા-દીકરી છે અમેરીકાનાં ઈલિનોઈસ રાજયનાં ઈવાન્સટનની રહીશ મા-દીકરી ઈઝરાયેલનાં પણ નાગરીકતા ધરાવે છે.
- Advertisement -
હમાસનું સૈન્ય એકમ અલ-કાસમ બ્રિગેડનાં પ્રવકતા અબુ ઉબૈદાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કતારની મધ્યસ્થતા બાદ માનવીય આધાર પર બન્ને મહિલાઓને મુકત કરવામાં આવી છે. પ્રવકતાએ એમ પણ જણાવ્યું હતું કે બંધકોને મુકત કરી અમેરીકી લોકો અને દુનિયાને એ બતાવવા માંગે છે કે રાષ્ટ્રપતિ જો બાઈડન અને તેના ફાસીવાદી પ્રશાસન દ્વારા કરવામાં આવેલા દાવા ખોટા અને નિરાધાર છે.
ઈઝરાયેલનાં વડાપ્રધાન કાર્યાલયે પણ બંધક મા-દીકરી જુડીથ તાઈરાનન અને નતાલી શોશનાં રાનનને હમાસ દ્વારા છોડવાની વાતની પુષ્ટિ કરી છે. ઈઝરાયેલી અધિકારીઓએ જણાવ્યું હતું કે મુકત થયેલ બંધકને ઈઝરાયેલનાં એક સૈન્ય ઠેકાણે લઈ જવાયા છે. જયાં તેના પરિવારના સભ્યો મૌજુદ છે. જયારે અન્ય બંધકોના પરિવારજનોએ ખુશી વ્યકત કરી બાકીનાં બંધકોને પણ મુકત કરવાની અપીલ કરી છે.
બાઈડને મા-દીકરી સાથે વાત કરી:
- Advertisement -
અમેરીકી રાષ્ટ્રપતિ જો બાઈડને હમાસ દ્વારા છોડવામાં આવેલ મા-દીકરી સાથે ફોનમાં વાત કરી હતી અને મદદનું આશ્વાસન આપ્યું હતું.
અમેરીકાએ કતર સરકારનો આભાર માન્યો:
અમેરીકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકને બે બંધકોને છોડાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કતર સરકારનો આભાર માન્યો છે. અમેરીકી વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે હજુ અનેક દેશોનાં 200 જેટલા નાગરીકે અને 10 અમેરીકો બંધકોમાં સામેલ છે. હમાસે બધા બંધકોને મુકત કરવા જોઈએ બ્લિંકને મીડીયા સાથે વાત કરતા જણાવ્યુ હતું કે હમાસ દ્વારા બનાવાયેલા 200 જેટલા બંધકોમાં પુરૂષો,મહિલાઓ, બાળકો, વૃદ્ધોનો સમાવેશ થાય છે.