નેતન્યાહૂએ કહ્યું હતું- બધાને મુક્ત કરે તો જ સોદો થશે
ખાસ-ખબર ન્યૂઝ ઇઝરાયલ, તા.21
અમેરિકા, ઇજિપ્ત અને કતારની મધ્યસ્થી બાદ જૂન મહિનામાં અમેરિકાના રાજદૂત સ્ટીવ વિટકોફ દ્વારા રજૂ કરાયેલો પ્રસ્તાવ, હમાસ ગાઝામાં યુદ્ધવિરામ અને ઇઝરાયલી બંધકોને મુક્ત કરવા માટે સહમત થયું છે.
આ અંતર્ગત, શરૂૂઆતના 60 દિવસના યુદ્ધવિરામ દરમિયાન, હમાસ બે તબક્કામાં બચી ગયેલા ઇઝરાયલી કેદીઓને મુક્ત કરશે. ઉપરાંત, કાયમી યુદ્ધવિરામ પર વાતચીત થશે.
જોકે, ઇઝરાયલે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. અગાઉ 12 ઓગસ્ટના રોજ નેતન્યાહૂએ કહ્યું હતું કે તેઓ કોઈપણ કરાર ત્યારે જ સ્વીકારશે જો બધા બંધકોને એકસાથે મુક્ત કરવામાં આવે.
દરમિયાન, રવિવારે હજારો ઇઝરાયલીઓએ વિરોધ પ્રદર્શન કર્યું અને નેતન્યાહૂ પાસે હમાસ સાથે કરાર કરીને ગાઝા યુદ્ધનો અંત લાવવા અને કેદીઓને મુક્ત કરવાની માગ કરી. પ્રદર્શનકારીઓએ રસ્તાઓ બ્લોક કર્યા અને આગચંપી કરી, જેના કારણે 38 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી.
તે જ સમયે, ઇઝરાયલી કેબિનેટે 8 ઓગસ્ટના રોજ ગાઝા શહેર પર કબજો કરવાની યોજનાને મંજૂરી આપી. નેતન્યાહૂએ ગાઝાના તમામ ભાગો પર કબજો કરવાની અને તેને શસ્ત્રો મુક્ત કરવાની પણ જાહેરાત કરી.
- Advertisement -
બીજી તરફ, હમાસે તમામ બંધકોના બદલામાં ઇઝરાયલી જેલોમાં બંધ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાની, યુદ્ધનો અંત લાવવાની અને ઇઝરાયલી દળોની સંપૂર્ણ પાછી ખેંચવાની માગ કરી છે.
અગાઉ, હમાસે કતાર અને ઇજિપ્તની વાતચીત સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ઇઝરાયલી સૈનિકોની પાછી ખેંચી લેવા, ગાઝામાં સહાય વિતરણ અને કાયમી યુદ્ધવિરામ જેવા મુદ્દાઓ પર હમાસ અને ઇઝરાયલ વચ્ચે ઊંડા મતભેદો હતા.
રોઇટર્સના અહેવાલ મુજબ, ઇઝરાયલે હમાસને તેના શસ્ત્રો સોંપવા અને ગાઝામાં તેના શાસનનો અંત લાવવાનો આગ્રહ રાખ્યો છે, જ્યારે હમાસે ઇઝરાયલી દળોને સંપૂર્ણ રીતે પાછા ખેંચવાની અને પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપવાની માગ કરી છે.
ઇઝરાયલની યોજનાનો ઉદ્દેશ્ર્ય ગાઝા શહેરના તે વિસ્તારોમાં પ્રવેશવાનો છે જ્યાં એવું માનવામાં આવે છે કે ઘણા બંધકો હજુ પણ હમાસ દ્વારા રાખવામાં આવ્યા છે. આ એવા વિસ્તારો છે જ્યાં ઇઝરાયલી સેનાએ અત્યાર સુધી કોઈ મોટા પાયે કાર્યવાહી કરી નથી.
ઇઝરાયલી સૈન્ય (ઈંઉઋ) કહે છે કે તે ગાઝાના લગભગ 75% ભાગ પર નિયંત્રણ ધરાવે છે. ગાઝા પટ્ટી એ 25% વિસ્તાર છે જે ઈંઉઋ દ્વારા કબજો કરવામાં આવ્યો નથી.
અગાઉ, નેતન્યાહૂએ સમગ્ર ગાઝા પટ્ટી પર કબજો કરવાની વાત કરી હતી, પરંતુ તાજેતરના નિવેદનમાં ફક્ત ગાઝા શહેરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યુનિસેફે તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે ઇઝરાયલી બોમ્બમારા અને માનવતાવાદી સહાયમાં અવરોધને કારણે ગાઝામાં દરરોજ સરેરાશ 28 પેલેસ્ટિનિયન બાળકો મૃત્યુ પામે છે.


