ખાસ-ખબર ન્યૂઝ હળવદ
હળવદ તાલુકાના ટીકર ગામે શેરીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદેલ હોય ત્યાંથી બાઇક લઈને નીકળેલા શખ્સને ત્યાં બાઇક ન ચલાવવા માટે કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા બોલાચાલી કરી હતી અને ત્યારબાદ આરોપીઓને સમજાવવા માટે ગયા હતા ત્યારે આધેડ સહિતનાઓની ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે બે વ્યક્તિઓને છરીના એક એક ઘા મારવામાં આવ્યા હતા તેમજ લાકડી વડે ફરિયાદી સહિતનાઓને માર માર્યો હતો અને માથામાં ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા આધેડ દ્વારા હાલમાં હળવદ પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે
- Advertisement -
હળવદના ટીકર ગામે રહેતા અકબરભાઈ ઉર્ફે હકાભાઇ હાસમભાઈ ભટ્ટી (53)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાલમામદભાઇ કાસમભાઈ રાજા, રસુલભાઇ કાસમભાઇ રાજા, રમજાનભાઇ દાદમહમદભાઇ અને મુસ્તાકભાઇ લાલમામદભાઇ રાજા રહે. બધા ટીકર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, ફરિયાદીના ઘર પાસે પાણીની લાઈન ખોદેલ હોય લાલમામદભાઇનો દીકરો ત્યાંથી બાઈક લઈને નીકળતા રૂકશાનાબેને ત્યાંથી બાઈક નહીં ચલાવવા માટે કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા તેણે બોલાચાલી કરી હતી અને આ બાબતે ફરિયાદી તથા તેના ભાઈ જુસબભાઈ, હબીબભાઈ તથા ફરિયાદીનો દીકરો રમજાનભાઈ અને સબીરભાઈ આરોપીઓને સમજાવવા માટે ગયા હતા ત્યારે આરોપીઓને સારું નહીં લાગતા તેણે ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી હતી અને ઉશ્કેરાઈ જઈને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારે લાલમામદભાઇ રાજાએ સબીરભાઈને તથા રસુલભાઈ રાજાએ રમજાનભાઈને છરીનો એક એક ઘા માર્યો હતો અને બાકીના બે આરોપીઓએ ફરિયાદી તથા સાહેદોને લાકડી વડે આડેધડ માર માર્યો હતો અને માથામાં ઇજાઓ કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ આધેડ સહિતના તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.