ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન મુજબ હળવદ પો. સ્ટે વિસ્તારમાં પ્રોહી બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચરાડવા ગામની હદ વિસ્તારમાં કે.ટી.મિલ પાસે સદામ ગુલમહમદ ભટ્ટી તેઓ વિરુધ્ધમાં ઈંગ્લીશ અને દેશી દારૂના અને મારામારીના અને અપહરણ તથા તેમજ અન્ય અલગ અલગ ગુન્હાઓ દાખલ થયા છે તે અસામાજિક તત્વની સરકારી જમીન પર આવેલ કબજાની બે દુકાનો ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ જમીન આશરે 32 ચોરસ મીટર જમીન હોય જે જમીનની જંત્રી મુજબ કિંમત અંદાજે 26,550 થાય છે જેનું દબાણ કરી પતરાની દુકાનો બનાવેલ હોય જેનું ચરાડવા તલાટી મંત્રીની હાજરીમાં ડિમોલેશન કરવામાં આવેલ છે. આમ ચરાડવા ગામે બૂટલેગરોએ દબાણ કરેલી સરકારી જમીન પર ડિમોલેશન કરવામાં આવ્યું છે.



