12 ફૂટ ઉંચી ગણપતિની પ્રતિમા અને મહેલ જેવો પંડાલ બનાવ્યા આકર્ષણનું કેન્દ્ર
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.1
હળવદનાં હેરના શરણનાથા ઉપવન ખાતે સમસ્ત હળવદ દ્વારા “હળવદ કા રાજા” ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષ ગણેશ પંડાલ વિશાળ અને શોભાયમાન બનાવવામાં આવ્યો હતો, જે મહેલ જેવા શૈલીમાં તૈયાર કરાયો હતો.
- Advertisement -
ગણેશ મહોત્સવના ત્રીજા દિવસે આરતીમાં શહેરના શ્રેષ્ઠીઓ, ધારાસભ્ય, પત્રકારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ દુંદાળાદેવની ભક્તિભાવપૂર્વક આરાધના કરી અને મહા આરતીમાં ભાગ લીધો. આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હતા.
ગણપતિ મહોત્સવ દરમિયાન દરરોજ સવારે 9 કલાકે મંગળા આરતી, સાંજે 7 કલાકે મહા આરતી અને રાત્રે 9:00 કલાકે જુદાં જુદાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે. દરેક દિવસે મોટી સંખ્યામાં શહેરીજનો દર્શન અને આરતીનો લાભ લેવા ઉમટે છે.
હળવદમાં સૌપ્રથમ વાર ગજાનંદ ગણપતિની 12 ફૂટ ઉંચી પ્રતિમા મૂકવામાં આવી છે, જે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. પંડાલને ચિનીફોર્મ અને ભવ્ય શૈલીમાં મહેલ જેવો દેખાવ આપવાનો પ્રયાસ કરાયો છે. પ્રત્યેક દિવસે હજારો લોકો સવારે પૂજામાં અને સાંજની આરતીમાં દર્શન કરવા માટે પંડાલની તરફ જામી રહ્યા છે. આ પ્રતિમા અને પંડાલ હળવદ શહેરમાં ભક્તિ અને શોભાના કેન્દ્ર તરીકે ઉભરાયું છે.