ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.31
હળવદની સરા ચોકડી પાસે ગૌરક્ષકો અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં 10 પાડાનો બચાવ કરવામાં આવ્યો છે. વાહન નંબર ૠઉં 1 ઝ 4180માંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં પાડાઓ મળી આવ્યા હતા. વાહનમાં પશુઓ માટે ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.
હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં કિરણકુમાર રજનીકાંત પંડ્યા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે અમદાવાદના બે શખ્સની ધરપકડ કરી છે. આરોપીઓમાં જાવેદખાન ઇકબાલખાન ખાન (ઉં.35) અને નદીમભાઇ સીદીકભાઇ મેવાતી (29)નો સમાવેશ થાય છે. જાવેદખાન બોમ્બે હોટલ નારોળ ચોકડી પાસે રહે છે અને મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે. નદીમભાઇ રસીનુ કારખાનુ, રામ રહીમનગર, બેહરામપુરા વિસ્તારમાં રહે છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વાહન અને પશુઓનો કબજો લીધો છે. ગૌરક્ષકોને મળેલી બાતમીના આધારે પોલીસ સાથે મળીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી કતલખાને લઈ જવાતા પશુઓને બચાવવા માટે ગૌરક્ષકો સતત કાર્યરત રહે છે.