ખાસ-ખબર સંવાદદાતા
નેશનલ મેડીકલ કમિશન દ્વારા પ્રથમ વખત હેર ટ્રાન્સપ્લાન્ટ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને માત્ર રજીસ્ટર્ડ મેડીકલ પ્રેકટીશનર જ હેર ટ્રાન્સપ્લાન્ટ કરી શકશે. હેર ટ્રાન્સપ્લાન્ટ કોણ કરી શકે અને તેના માટે કેવા મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અનિવાર્યતા રહેશે સહિતના પાસાઓને સ્પષ્ટ કરતી માર્ગદર્શિકા નેશનલ મેડીકલ કમિશન દ્વારા જાહેર કરવામાં આવી છે અને સાથોસાથ તેમાં એવી ટકોર કરવામાં આવી છે કે વર્કશોપ કે યુ-ટ્યુબ ચેનલ પરથી જોઇને હેર ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા નહીં કરી શકાય. હેર ટ્રાન્સપ્લાન્ટમાં શરીરનાં અન્ય ભાગમાંથી વાળના સુક્ષ્મ કટકા મેળવીને માથા પરની ટાલની જગ્યા પર ટ્રાન્સપ્લાન્ટ કરવાનો થતો હોય છે. પ્લાસ્ટીક સર્જરીમાં એમસીએચ-બીએનબી જેવી સર્જીકલ ટ્રેનીંગ ધરાવતા અથવા ડર્મેટોલોજીમાં એમડી કે બીએનબીની તાલીમ ધરાવતા સર્જન જ હેર ટ્રાન્સપ્લાન્ટ કરી શકશે.
હેર ટ્રાન્સપ્લાન્ટ માત્ર હોસ્પિટલોમાં જ થઇ શકશે : નવી માર્ગદર્શિકા જાહેર
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/09/0-42.jpg)