ટ્રમ્પ પ્રશાસને વેતન-આધારિત પસંદગી પ્રણાલીને આપી અંતિમ મંજૂરી; 27 ફેબ્રુઆરી, 2026થી નવા નિયમનો થશે અમલ
ઓછા પગારવાળી અરજીઓની પસંદગીની શક્યતા ઘટી; વિઝાની કુલ સંખ્યા 85,000 યથાવત પણ પસંદગીના માપદંડ બદલાયા
- Advertisement -
માર્ચ 2026માં શરૂ થશે નવી રજિસ્ટ્રેશન પ્રક્રિયા: નાણાકીય વર્ષ 2027 માટેના વિઝા પર નજર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.24
અમેરિકાના ઇં-1ઇ વિઝા મેળવવાની પ્રક્રિયામાં એક મોટો અને ઐતિહાસિક ફેરફાર થવા જઈ રહ્યો છે. અમેરિકન હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ (ઉઇંજ) એ ઇં-1ઇ વિઝા માટેની લાંબા સમયથી ચાલી રહેલી રેન્ડમ લોટરી સિસ્ટમને સમાપ્ત કરીને વેતન-આધારિત (ઠફલય-ઠયશલવયિંમ) પસંદગી પ્રણાલીને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. આનો સીધો અર્થ એ છે કે હવે ઇં-1ઇ વિઝા મેળવવા માટે કિસ્મત નહીં, પરંતુ અરજદારનો પગાર અને તેની કુશળતા મુખ્ય ભૂમિકા ભજવશે. આ ફેરફારની સૌથી મોટી અને સીધી અસર ભારતીય અરજદારો પર પડવાની સંભાવના છે, કારણ કે દર વર્ષે ઇં-1ઇ વિઝા મેળવનારાઓમાં ભારતીયોનો હિસ્સો સૌથી વધુ હોય છે. ઉચ્ચ-કુશળ અને વધુ પગાર ધરાવતા ભારતીય પ્રોફેશનલ્સ માટે વિઝા મેળવવાની તકો વધી શકે છે. જ્યારે, ઓછા પગારવાળી કે એન્ટ્રી-લેવલની નોકરીઓ માટે અરજી કરનારા ભારતીયો માટે ઇં-1ઇ વિઝા મેળવવું હવે પહેલા કરતાં વધુ મુશ્કેલ બની જશે. ખાસ કરીને ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં વિદેશી પ્રતિભાઓની માંગ વધુ હોવાથી, આ ક્ષેત્રોમાં કામ કરતા ભારતીયો પર તેની મોટી અસર જોવા મળશે. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે આ ફેરફારનો મુખ્ય હેતુ સિસ્ટમમાં થતી છેતરપિંડી અને ડુપ્લિકેટ અરજીઓને રોકવાનો છે. છેલ્લા કેટલાક વર્ષોથી એવા આરોપો લાગી રહ્યા હતા કે કેટલીક કંપનીઓ મોટી સંખ્યામાં ઓછા પગારવાળી અરજીઓ દાખલ કરીને લોટરી સિસ્ટમનો દુરુપયોગ કરી રહી હતી. ઞજઈઈંજના પ્રવક્તા મેથ્યુ ટ્રેગેસરે જણાવ્યું કે, “વર્તમાન રેન્ડમ પસંદગી પ્રક્રિયાનો દુરુપયોગ થઈ રહ્યો હતો, અને ઘણી કંપનીઓ અમેરિકન કર્મચારીઓ કરતાં ઓછા પગારે વિદેશી કર્મચારીઓને લાવવાનો પ્રયાસ કરી રહી હતી.” તેમણે કહ્યું કે આ નવી સિસ્ટમ ’અમેરિકા ફર્સ્ટ’ નીતિને પ્રાથમિકતા આપશે.
- Advertisement -
હવે શું છે નવો નિયમ?
આ નવો નિયમ 27 ફેબ્રુઆરી, 2026 થી અમલમાં આવશે અને તે નાણાકીય વર્ષ 2027ના ઇં-1ઇ રજિસ્ટ્રેશન પર લાગુ થશે. આ માટેની નોંધણી માર્ચ 2026માં શરૂ થવાની ધારણા છે, જ્યારે પસંદ થયેલા ઉમેદવારોની નોકરી 1 ઓક્ટોબર, 2026થી શરૂ થશે. સરકાર દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઇં-1ઇ વિઝાની કુલ સંખ્યામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી; દર વર્ષની જેમ 65,000 રેગ્યુલર અને 20,000 યુએસ એડવાન્સ ડિગ્રી ધારકો માટેના વિઝા યથાવત રહેશે. નવા નિયમ હેઠળ, જે કંપનીઓ તેમના કર્મચારીઓને વધુ પગાર ઓફર કરશે, તેમની અરજી પસંદ થવાની સંભાવના વધી જશે. ઓછા પગારવાળી નોકરીઓ પણ પાત્ર રહેશે, પરંતુ તેમની પસંદગીની શક્યતા ઓછી થઈ જશે.
સરકારનો હેતુ અને ભવિષ્યના સંકેતો
ઉઇંજએ કહ્યું છે કે આ નિયમ અમેરિકન કામદારોની સુરક્ષા અને વિદેશી કુશળ પ્રોફેશનલ્સની જરૂરિયાત વચ્ચે સંતુલન બનાવવાનો એક પ્રયાસ છે. આ ફેરફાર એ વ્યાપક સુધારાઓનો એક ભાગ છે જે ઇં-1ઇ વિઝા પ્રોગ્રામની પારદર્શિતા વધારવા માટે કરવામાં આવી રહ્યા છે. સરકારે એવા સંકેત પણ આપ્યા છે કે આ સિસ્ટમની સમીક્ષા કર્યા પછી ભવિષ્યમાં તેમાં વધુ ફેરફારો પણ શક્ય છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે અમેરિકન કામદારોને કોઈ નુકસાન ન થાય.



