પૂ. શેરનાથબાપુનાં સાનિધ્યમાં ગુરુપૂજન સહિતનાં કાર્યક્રમ યોજાયા
ખાસ ખબરસંવાદદાતા
જૂનાગઢનાં ભવનાથમાં આવેલા જુદાજુદા આશ્રમમાં આજે ગુરૂપૂર્ણિમાની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી અને મોટીસંખ્યામાં ભાવિકો હાજર રહ્યાં હતા. ભવનાથમાં ગુરૂપૂજન, ગુરૂદર્શન, મહાપ્રસાદ, સંતવાણી સહિતનાં ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતાં.
- Advertisement -
જૂનાગઢ સહિત સોરઠમાં આજે ગુરૂપૂર્ણિમાની શ્રધ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી.
ભવનાથમાં આવેલા ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ ખાતે પુ. શેરનાથબાપુનાં સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ હતી. અહીં ગુરૂ ત્રિલોકનાથ બાપુની સમાધિનું પૂજન કરવામાં આવ્યું હતું. અહીં મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યાં હતાં.
આ ઉપરાંત ભવનાથમાં ભારતી આશ્રમ ખાતે પુ. હરિહરાનંદભારતી બાપુનાં સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ હતી. તેમજ જવાહર રોડ પર આવેલા ભીડભંજન મહાદેવ મંદિરે પુ. તનસુખગીરી બાપુની હાજરીમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.
ભવનાથમાં આવેલા આશ્રમોમાં રાત્રીનાં સંતવાણીનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ મેંદરડા ખાખી મઢી રામ મંદિર ખાતે મહંત સુખરામદાસજી બાપુ દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ હતી અને અહીં રામકિશોરદાસજી બાપુની ચરણ પાદુકાની મહંત સુખરામદાસ બાપુ દ્વારા પૂજા કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાં આજે આસ્થાભેર ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.