સિટી પી.આઈનું શાલ ઓઢાડી સન્માન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.7
વેરાવળમાં સમસ્ત સિંધી સમાજ માટે ગુરુનાનક કીર્તન મંડળી દ્વારા સ્વામી શાંતિ પ્રકાશ હોલ ખાતે 2 દિવસીય ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સિટી પી.આઈ એચ.આર.ગોસ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જે બદલ જનરલ સિંધી સમાજના પ્રમુખ રમેશભાઈ આહુજા, ઉત્તર સિંધ પંચાયતના ઉપપ્રમુખ કાળુભાઈ ચંદનાણી, પ્રકાશભાઈ આહુજા, ગુરુનાનક કિર્તન મંડળીના નરેશભાઈ મોહનાણી, પૂરણભાઈ ઠાકવાણી, વિજયભાઈ બિલવાણી અને ઉપસ્થિત આગેવાનોએ તેમનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ ભવ્ય રાસોત્સવમાં મોટી સંખ્યામાં સમાજબંધુઓએ હાજરી આપી હતી. આરતી સ્પર્ધા, રાસ કોમ્પિટિશન બાદ વેલ ડ્રેસ અને સારું પર્ફોર્મન્સ બદલ વિજેતાઓને ભવ્ય ઇનામો આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગુરુનાનક કિર્તન મંડળીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.



