ગુરમીત ચૌધરીએ તેની આવનારી હૉરર ફિલ્મ ‘ધ વાઇફ’ને ટાંકીને જણાવ્યું છે કે આપણે બધા વાઇફથી ડરતા હોઈએ છીએ. ૧૯ માર્ચે Zee5 પર રિલીઝ થનારી આ હૉરર ફિલ્મને સર્મદ ખાને ડિરેક્ટ કરી છે. ફિલ્મ વિશે ગુરમીતે કહ્યું હતું કે ‘આપણે બધા આપણી વાઇફથી તો ડરતા જ હોઈએ છીએ અને ફિલ્મનું નામ પણ ‘ધ વાઇફ’ છે. એથી આ ફિલ્મ જોતી વખતે તો દર્શકો બે વખત ડરશે. અમે એક વર્ષ પહેલાં જ ‘ધ વાઇફ’ શૂટ કરી હતી અને હવે એ રિલીઝ થવાની છે. એથી હું એક્સાઇટેડ છું. અત્યાર સુધી મેં ચાર ફિલ્મોમાં કામ કર્યું છે. મને હંમેશાં સારા પ્રોડ્યુસર સાથે કામ કરવાની તક મળી છે, પરંતુ એ ફિલ્મોમાં બેથી ત્રણ મેલ ઍક્ટર્સ હતા. એથી આવી મલ્ટિસ્ટારર ફિલ્મોમાં કામ કર્યા બાદ મને વિચાર આવ્યો કે હું એક સોલો હીરો ફિલ્મ કરું. એવું કહેવું ઠીક નહીં કહેવાય કે મારી ફિલ્મ અન્ય ફિલ્મો કરતાં અલગ છે. જોકે હા, મારું માનવું છે કે સ્ટોરી અને કૅરૅક્ટર્સના હિસાબથી મારી ફિલ્મ અલગ અને ઇન્ટરેસ્ટિંગ રહેશે. આ સાઇકોલૉજિકલ થ્રિલર છે અને મને આવી ફિલ્મો ખૂબ પસંદ છે. મને લાગે છે દિગ્ગજ સ્ટાર્સે પણ આવી બેથી ત્રણ હૉરર ફિલ્મો તેમની કરીઅર દરમ્યાન કરવી જોઈએ અને આવી ફિલ્મોનો અલગ દર્શક વર્ગ હોય છે.’
હૉરર ફિલ્મ ધ વાઇફને લઈને ગુરમીતે કહ્યું, આપણે બધા વાઇફથી ડરતા હોઈએ છીએ.
You Might Also Like
Follow US
Find US on Social Medias