– મસ્જિદના ઈમામનો પણ ભોગ
નાઈજીરીયામાં બંદૂકધારીઓએ એક મસ્જિદ પર હુમલો કરીને 12 લોકોની કત્લ કરી નાખી હતી અને અન્ય અનેકનું અપહરણ કર્યુ હતું. કુંટુઆની મસ્જિદને નિશાન બનાવીને બંદૂકધારીઓ ત્રાટકયા હતા અને આડેધડ ગોળીબાર કરતા ઈમામ સહિત 12 લોકોના મોત થયા હતા.
- Advertisement -
લોકો નમાજ અદા કરી રહ્યા હતા ત્યારે જ આ હુમલો થયો હતો. હુમલાખોરો બાઈક પર આવ્યા હતા અને ગોળીઓ શરૂ કરી હતી. પરિણામે નાસભાગ મચી હતી અને તેમાં 12 લોકો ગોળીઓ વિંધાઈ ગયા હતા.
હુમલાખોરોએ ગોળીબાર બાદ અનેક લોકોને એકત્રીત કર્યા હતા અને બાજુની ઝાડીમાં ઉપાડી ગયા હતા તે પૈકીના કેટલાકના અપહરણ કરી ગયા હતા. પોલીસે એવો દાવો કર્યો હતો કે કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નાઈજીરીયામાં ખંડણી ગેંગ દ્વારા લોકોના અપહરણ અને હત્યા સામાન્ય વાત છે. ખેતી માટે પણ ગેંગ દ્વારા ‘પ્રોટેકશન મની’ ઉઘરાવાતી હોય છે.