ખાસ-ખબર ન્યૂઝ આટકોટ
રાજકોટ ભાવનગર હાઈવે પોલીસ સ્ટેશન પાસે બે મહીનાથી કચરાના ઢગલા પડયા છે છતાંય માર્ગ મકાન વિભાગ દ્વારા હજુ તેને ઉપાડવામાં આવ્યા નથી. ટેલીફોનના કામગીરી કર્યા બાદ આવું કરડાનો ઢગલો બે મહિનાથી આજ હાલતમાં પડ્યો છે છતાં હજી ઉપાડવામાં આવ્યો નથી અડધો હાઇવે રોકાઈ ગયેલો હોય ત્યારે આવા ઉકરડાને ઉપાડવાની આળસ આવતી હોય છે.
- Advertisement -
ટેલીફોનના ખાડા કર્યા ત્યારે આવું ઉકરડાનો ઢગલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ટેલીફોનના કોન્ટ્રાક્ટરે આ ઉકરડો ઉપાડવામાં આવ્યો નથી જેને લઇ વહેલી તકે ઉપાડી લેવામાં આવે તેવી માંગણી ઉઠી છે હાઇવે ઉપર સતત વાહનોની જવર રહેતી હોય છે.