દેશમાં સરેરાશ માથાદીઠ વીજવપરાશ 1255 યુનિટ m
ખાસ-ખબર સંવાદદાતા
સામાજીક અને આર્થિક વિકાસ માટેનો એક અગત્યનો માપદંડ વીજળી છે. જે મુજબ ગત વર્ષ 2011-12માં રાજયનો સરેરાશ માથાદીઠ વીજ વપરાશ 1233 યુનિટ હતો. વર્ષ 2021-22માં વધીને 2,283 યુનિટ નોંધાયો છે. જે રાષ્ટ્રીય સરેરાશ માથાદીઠ વીજ વપરાશ 1255ની સરખાણીમાં લગભગ બમણો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2070 સુધીમાં ગયિં ણયજ્ઞિ ઊળશતતશજ્ઞક્ષનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનો નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે વર્ષ 2030 સુધીમાં પચાસ ટકા ફોસીલ ફ્રી ઊર્જા ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે. જેને સિધ્ધ કરવા ગુજરાત સરકાર, રિન્યુએબલ એનર્જીના વિવિધ સ્ત્રોતો જેવા કે સોલાર, વિન્ડ, વેસ્ટ ટુ એનર્જી, હાઈડલ, પંપ હાઈડ્રો સ્ટોરેજ વગેરે સેકટરના વિકાસ માટે ગુજરાતને અગ્રેસર અને રોકાણકારો માટે પ્રથમ પસંદગીનું રાજય બનાવવા તૈયાર થઈ છે.
રાજય વિધાનસભા ગૃહમાં ઊર્જા વિભાગનું કુલ રૂા. 8738 કરોડ બજેટ રજૂ કયાયું હતું. જેના પરની ચર્ચાનો જવાબ આપતાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જ ણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં 31 ડિસેમ્બર-2022ની સ્થિતિએ 41,895 મેગાવોટ ક્ષમતાના વિન્ડ પાવર પ્રોજેકટો સ્થાપવામાં આવ્યાં છે. જે પૈકી 9712 મેગાવોટની ક્ષમતા સાથે ગુજરાત બીજા સ્થાને છે. જે આશરે 23.2 ટકા જેટલું થાય છે.
ગુજરાતનો માથાદીઠ વીજવપરાશ 2283 યુનિટ; રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ‘ડબલ’
