સ્ટેટ મોનિટરિંગ સેલે હરિયાણાના ગુંડગાંવમાંથી નાગદાન ગઢવીની કરી ધરપકડ
નાગદાન વિરુદ્ધ વિદેશી દારૂ, હથિયારોની હેરાફેરી સહિતના 40 ગુના નોંધાયેલા છે
જખઈના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારી નાગદાનને પકડવા ચાર દિવસ સુધી વેશપલટો કરી ગુંડગાંવમાં રોકાયા હતા
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના કુખ્યાત વોન્ટેડ બૂટલેગરની હરિયાણાથી ધરપકડ કરવામાં આવી છે. 50થી વધુ પ્રોહિબિશનના ગુનાનો આરોપી નાગદાન ગઢવીને ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દબોચી લીધો છે. વિદેશી દારૂ, હથિયારોની હેરાફેરી વગેરે ગુનામાં નાગદાન સંડોવાયેલો છે તે હરિયાણાના ગુડગાંવમાં છુપાયેલો હતો. જ્યાંથી તેને દબોચી લેવાયો છે. મળતી માહિતી મુજબ અનેક ગંભીર ગુનાઓને અંજામ આપી નાગદાન હરિયાણાના ગુડગાંવમાં છુપાયેલો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલની 3 ટીમ 4 દિવસ સુધી ગુડગાંવમાં રોકાઈ હતી અને ઓપરેશન પાર પાડ્યું છે. એસએમસીના વડા નિર્લિપ્ત રાય સહિતના અધિકારીઓ, કર્મચારીઓએ વેશપલટો કરીને નાગદાનને પકડ્યો હતો. નાગદાન ગઢવી સૌરાષ્ટ્રનો સૌથી કુખ્યાત બુટલેગર ગણાય છે. તેને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા હરિયાણાના ગુડગાંવથી ઝડપી લેવામાં સફળતા મળી છે. ત્યારે નોંધનીય છે કે, નાગદાન વિરૂધ્ધ દારૂની હેરફેરના 40 થી વધુ ગુના નોંધાયા છે અને તે છેલ્લાં પાંચ વર્ષથી ફરાર હતો. સ્ટેટ મોનીટરીંગ સેલને માહિતી મળી હતી કે, તે હરિયાણાથી ગુજરાતમાં દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવી રહ્યો છે. છેલ્લાં ઘણા સમયથી તેનું લોકેશન મેળવવા માટે ટેકનીકલ સર્વલન્સ હાથ ધરાયું હતું. 4 દિવસ એસપી નિર્લિપ્ત રાય સહિત એસએમસીની ટીમ ગુડગાંવમાં રોકાઈ હતી અને રવિવારે મોડી સાંજે તેને ઝડપી લેવાયો હતો. સ્થાનિક કોર્ટમાંથી આરોપીનો કબ્જો મેળવી તેને ગુજરાત લાવવા તજવીજ કરાઈ હતી.