ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થયો છે. સ્કાયમ્યુરલ્સ એડવર્ટાઇઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે ગુજરાતમાં સૌપ્રથમવાર ડ્યુઅલ-સ્ક્રીન ડિજિટલ એનામોર્ફિક (3ઉ) ક્ધટેન્ટ હોર્ડિંગ લોન્ચ કર્યું છે. શહેરના ન્યૂ 150 ફૂટ રિંગ રોડ પર સ્થાપિત આ અત્યાધુનિક ઇન્સ્ટોલેશનમાં 30 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી એવી બે વિશાળ સ્ક્રીનોનો સમાવેશ થાય છે. બ્રાન્ડ્સ કોઇ એક અથવા બંને સ્ક્રીન પર એકસાથે જાહેરાત પ્રદર્શિત કરી શકશે, જેના કારણે રાજકોટ તરફ આવતા-જતા લોકોને અદ્વિતીય વિઝિબિલિટી મળશે.આ પ્રોજેક્ટનું નેતૃત્વ ભાગીદારો શ્રી રાજ કેતન ગોર, શ્રી મહેશ ધીરુભાઈ સોલંકી, શ્રીમતી રેખાબેન શૈલેષભાઈ રાવલ અને શ્રી અરુણભાઈ બાબુલાલ પંડ્યાએ કર્યું છે. તેમણે જણાવ્યું કે, આ પહેલ રાજકોટના માર્કેટિંગ અને બ્રાન્ડ-બિલિ્ંડગ ક્ષેત્રે પરિવર્તન લાવશે અને શહેરને વૈશ્વિક જાહેરાત ટેકનોલોજી સાથે જોડશે. સ્કાયમ્યુરલ્સના ભાગીદારો રાજકોટના હોવાને કારણે તેઓએ આ નવી ટેકનોલોજી સૌપ્રથમ પોતાના વતનને અર્પણ કરી છે. આગામી આઠ મહિનામાં વધુ ડિજિટલ હોર્ડિંગ્સ શહેરમાં લોન્ચ થવાના છે.લોન્ચ સાથે રાજકોટ, ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર, મુંબઈ અને બેંગલુરુ જેવા વૈશ્વિક શહેરોની હરોળમાં સામેલ થયું છે, જ્યાં વિશ્વકક્ષાની એનામોર્ફિક ડિસ્પ્લે ટેકનોલોજી પહેલેથી જ લોકપ્રિય છે.