વિકાસ કરવો હોય તો દેવું કરવું પડે, નાણામંત્રીનો વિધાનસભા ગૃહમાં કોંગ્રેસને જવાબ
બે વર્ષમાં સરકારે વ્યાજ પેટે 42292 કરોડ ચૂકવ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભામાં પ્રશ્ર્નોત્તરી દરમિયાન જાહેર દેવા વધવાથી વ્યાજની રકમ ચૂકવવામાં થઇ રહેલા વિક્રમ વધારાને લઇને મહત્વની વિગતો બહાર આવી છે એમાં 31 માર્ચ 2021 ના અંતે એક વર્ષમાં દેવાની રકમ 300963 કરોડ પિયા સુધીની પહોંચશે ત્યારે રાય સરકારે દેવાના વ્યાજ પેટે છેલ્લા બે વર્ષમાં 42292 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું પ્રશ્નોત્તરીના જવાબમાં બહાર આવ્યું છે.
કોંગ્રેસના ધારાસભ્ય દ્રારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાયના નાણા મંત્રીએ જણાવ્યું કે રાયનો વિકાસ કરવો હોય તો જાહેર દેવું કરવું જરી છે જાહેર દેવા પેટે વર્ષ 2019-20 માં 20293 કરોડની રકમ વ્યાજ પેટે ચૂકવવી છે અને 16701 કરોડ પિયાની મુદત આપવામાં આવ્યું છે. એવી જ રીતે સુધારેલા અંદાજ પ્રમાણે 2020માં એટલે કે માર્ચ 2021સુધીમાં સરકારે એક વર્ષમાં વ્યાજ પેટે 22099 કરોડ પિયા ચૂકવ્યા છે અને 17918 કરોડ રૂપિયાની મુદલ આપે છે સરકાર પર દર વર્ષે વ્યાજ નું પણ વધતું જાય છે.જાહેર દેવામાં વ્યાજના દર અંગે નાણા મંત્રીએ જણાવ્યું છે કે નાણાકીય સંસ્થાઓની લોન 4.96ટકા, બજાર લોન સસ્તા વ્યાજના દરે મળે છે તે ઉપરાંત બજારનું 7. 85 ટકા વ્યાજના દરે મળતી છે .એન.એસ.એસ એફ લોન 9.55 ટકા વ્યાજ દરે મળે છે. યારે કેન્દ્રીય દેવામાં 2.29 ટકાનું વ્યાજ હોય છે. ગુજરાત સરકાર નું દેવું પ્રતિવર્ષ વધુ જાય છે 2022માં રાયનું જાહેર દેવું વધીને 3.49લાખ કરોડ થશે.2023-24ના અંતે 4.09 કરોડ થવાની શકયતા છે. 31 માર્ચ 2022માં તે જાહેર દેવાની રકમ 3.20 લાખ કરોડ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.