22 વર્ષ બાદ મળી ગુજરાતને કેરીની નવી જાત, નામ રસરાજ
દશેહરી, કેસર, સોનપરી અને લંગડો કરતાં વધુ ઉપજ આપે છે રસરાજ કેરી: આણંદ કૃષિ યુનિ.ના વિજ્ઞાનીઓને મળી સફળતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આશરે 22 વર્ષ બાદ ગુજરાતીઓને ઉનાળામાં કેરીની વધુ એક વેરાયટીનો સ્વાદ માણવા મળશે. અત્યાર સુધીમાં ગુજરાતના ખેડૂતો મોટાભાગે કેસર, આલ્ફાન્ઝો અને લંગડા કેરીનું વાવેતર કયુ છે. પરંતુ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ કેરીની એક નવી જાત- આણંદરસરાજ અથવા ગુજરાતી કેરી 1 વિકસાવી છે. કૃષિ વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, તે વધારે ઉજપ આપતી અને સારી ગુણવત્તા ધરાવતી કેરી છે. આણંદરસરાજ તેના સ્વાદ, ફળના આકાર તેમજ એક નવી ઉપજના કારણે કેસર કરતાં પણ વધારે માર્કેટ મેળવવાની ક્ષમતા ધરાવે છે તેમ એએયુના વૈજ્ઞાનિકોએ કહ્યું હતું. 2000માં પારીયામાં આવેલી તત્કાલિન ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ કેરીની સોનપરી જાત વિકસાવી હતી, જેની પણ સારી ડિમાન્ડ જોવા મળી હતી.
‘અમારા દ્વારા વિકસાવવામાં આવેલી અને હાલમાં બહાર પાડવામાં આવેલી આણંદરસરાજ કેરી ઉત્પાદકો અને ગ્રાહકોની માગને સંતોષવાની ક્ષમતા ધરાવે છે’, તેમ એએયુના વાઈસચાન્સેલર ડો. કેબી કથીરિયાએ જણાવ્યું હતું. કથીરિયા, ડિરેકટર ઓફ રિસર્ચ ડો. એમકે ઝાલા અને ડો. એચસી પરમાર, ડો વિનોદ મોર તેમજ જબુગામના એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશનના વૈજ્ઞાનિકોની તેમની ટીમે નવી જાત વિકસાવી છે.
‘આજકાલ ગ્રાહકોની પસંદગી મોટાભાગે ફળોની ગુણવત્તા, સ્વાદ અને શેલ્ફ લાઈફ પર આધારિત છે. લંગડો કેરી સારી જાત હોવા છતાં તે ઓછી શેલ્ફ લાઈફ ધરાવે છે જ્યારે કેસર તેની ગુણવત્તા તેમજ સ્વાદના કારણે સ્થાનિક અને વિદેશી બજારોમાં સારી માગ ધરાવે છે’, તેમ એએયુના હોર્ટિકલ્ચર વૈજ્ઞાનિક ડો. એમજે પટેલે કહ્યું હતું. આ સાથે તેમણે ઉમેયુ હતું કે ’સારી શેલ્ફ લાઈફ, ગુણવત્તા, સ્વાદ, ફળનું કદ તેમજ ઉપજ ધરાવતી આણંદ રસરાજ પાસે કેસર કરતાં વધુ સાં માર્કેટ મેળવવાની ક્ષમતા છે’.