ગુજરાતીઓની ઓનરશિપ હેઠળની કંપનીઓનું માર્કેટ કેપ રૂપિયા 43 લાખ કરોડથી પણ વધારે
અદાણી જૂથની લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ.8 લાખ કરોડથી વધારે
- Advertisement -
રિલાયન્સ, અદાણી, ટોરેન્ટ કોટક બેંક, ઝાયડસ, વિપ્રો સહિતની કંપનીઓ મોખરે
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય શેર બજારમાં 29 નવેમ્બરનો દિવસ ઐતિહાસિક બન્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (ઇજઊ)નું માર્કેટ કેપિટલાઈઝેશન પહેલીવાર 4 ટ્રીલીયન ડોલર એટલે કે રૂ. 333.30 લાખ કરોડને પાર કરી ગયું છે. ઇજઊના માર્કેટ કેપમાં ગુજરાતીઓની માલિકી હેઠળની કંપનીઓનું માર્કેટ કેપની હિસ્સેદારી જોઈએ તો અંદાજે રૂ. 43 લાખ કરોડથી પણ વધારે છે. આ રીતે ઇજઊના માર્કેટ કેપમાં ગુજરાતીઓની ઓનરશીપ હેઠળની કંપનીઓનો શેર 13% જેવો થયો છે. માર્કેટ કેપના મામલે મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રુપ, ગૌતમ અદાણીના અદાણી ગ્રુપ, ઉદય કોટકની કોટક મહિન્દ્ર બેંક, અઝીમ પ્રેમજીની વિપ્રો સહીત ટોરેન્ટ, ઝાયડસ સહિતની કંપનીઓનું માર્કેટ કેપ મોખરે છે. સેક્ટર મુજબ જોઈએ તો પાવર, ફર્માસ્યુટિકલ, બેન્કિંગ અને ઇન્ફેર્મેશન ટેકનોલોજી, એનર્જી સેક્ટર્સની કંપનીઓ આ યાદીમાં સામેલ છે. ગુજરાતીઓની માલિકી હેઠળની ટોચની 22 કંપનીઓ જેનું માર્કેટ કેપ રૂ. 10,000 કરોડથી વધારે છે તે યાદીમાં રિલાયન્સ ગ્રુપનું માર્કેટ કેપ રૂ. 17 લાખ કરોડથી વધારે છે. જયારે અદાણી જૂથની લીસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 8 લાખ કરોડથી વધારે છે. સ્ટોક બ્રોકિંગ કંપનીના ગુજરાત રીજન હેડ વિરલ મહેતાએ જણાવ્યું કે, ચાલુ વર્ષે ઓવરઓલ માર્કેટ સુધારા પર રહ્યું છે. આ સાથે જ ગુજરાતી કંપનીઓના પહેલા અને બીજા ત્રિમાસિક ગાળામાં સારા પરિણામો આવ્યા છે. આ બધા કારણે બજારને ઇન્વેસ્ટર્સ તરફ્થી ટેકો મળી રહ્યો છે. આ બધા પરીબળોના લીધે ઇજઊની સાથે સાથે કંપનીઓના માર્કેટ કેપમાં પણ વધારો થઇ રહ્યો છે. ગુજરાતી કંપનીઓએ વળતર આપવાની બાબતમાં સારું પરફેર્મ કર્યું છે જેથી તેમાં અલગ અલગ રૂટથી ઇન્વેસ્ટમેન્ટ આવે છે. આગામી સમયમાં પણ તેમાં પોઝિટીવ ચલ જોવા મળી શકે છે.
માર્કેટ કેપને રિટેલ અને DHનો સપોર્ટ
ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર ગુંજન ચોકસીએ જણાવ્યું કે, સ્ટોક એક્સચેન્જ પર ગુજરાતી પ્રમોટરોનો પ્રભાવ નોંધપાત્ર છે, જે માર્કેટ કેપમાં અંદાજે 13% હિસ્સેદારી રૂપે દેખાઈ આવે છે. માર્કેટ કેપના વધારામાં પ્રમોટર્સ પોતાની રીતે યોગદાન આપતા હોય છે. આ સિવાય ડોમેસ્ટિક ઇન્સ્ટીટયુશનલ ઇન્વેસ્ટમેન્ટ (ઉઈંઈં) અને નાના રોકાણકારો મ્યુચ્યુઅલ ફ્ંડ મારફ્ત આ કંપનીઓમાં રોકાણ કરતા હોય છે. વધુમાં, ગુજરાત સ્થિત રોકાણકારો મ્યુચ્યુઅલ ફ્ંડ ક્ષેત્રે નેશનલ પૂલમાં 7% હિસ્સો ધરાવે છે.
- Advertisement -
તેમની વ્યૂહાત્મક નાણાકીય ભાગીદારી માત્ર રાજ્યની સમૃદ્ધિને જ નહીં પરંતુ ભારતના નાણાકીય બજારોની ગતિશીલતા અને ઊંડાણમાં પણ ફાળો આપે છે.