અભિલાષનું અક્ષયપાત્ર: અભિલાષ ઘોડા
ગુજરાતના લોકપ્રિય પર્યટન સ્થળ કચ્છને આવરી લેતી ફિલ્મ રણભૂમિ
- Advertisement -
ગુજરાત એટલે એવું રાજ્ય કે જ્યાંના લોકો સૌથી વધુ ફરવાના અને ઉત્સવો ઉજવવાના શોખીન હોય. યુનેસ્કો એ જ્યાંના નૃત્ય ગરબા ને અમૂર્ત વારસો જાહેર કર્યો અને જે પ્રજા પોતાની ભાતિગળ વિવિધતા અને પહેરવેશ તેમજ ભાષાના વિશેષ ઉચ્ચારણ માટે વિશ્વપ્રસિદ્ધ છે એ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રસરાયેલ પ્રજાતિ એટલે ગુજરાતી. આ ઉત્સવપ્રિય રાજ્યમાં પ્રતિવર્ષ વિવિધ પ્રકારના વિષયો સાથેની અનેક ગુજરાતી ફિલ્મો પણ પ્રેક્ષકો સુધી થિએટર તેમજ ઘઝઝ ના માધ્યમથી પીરસવામાં આવે છે. સામાન્ય રીતે વૈવિધ્યસભર મનોરંજન અનેક વ્યક્તિને આકર્ષે છે પણ કેટલીક ફિલ્મો એવી હોય છે જે દરેક વ્યક્તિને પોતાની લાગી શકે છે. આવી જ એક ફિલ્મ ‘રણભૂમિ’ ગઇકાલે 27 સપ્ટેમ્બર વિશ્વ પ્રવાસન દિવસ ના રોજ ગુજરાતના સિનેમાઘરોમાં રિલિઝ થઈ ચૂકી છે. આ ફિલ્મની વાત એ કચ્છ જિલ્લાના એક ગામ પર આધારિત છે જ્યાંના લોકોનું જીવન અને આજીવિકા પ્રવાસીઓ પર આધારિત છે. આ ફિલ્મની વાર્તામાં મહિલા શિક્ષણ, સ્વાતંત્ર્ય, સ્વાભિમાન અને સશક્તિકરણ જેવા પાસાઓને સુંદર રીતે વણવામાં આવ્યા છે. ફિલ્મનું શૂટિંગ કચ્છના જાણીતા પર્યટન સ્થળો, ધોરડો ટેન્ટ સિટી, રોડ ટુ હેવન તેમજ રાજકોટમાં ત્રંબા ગામ પાસે પણ કરવામાં આવ્યું છે. ફિલ્મ રિલીઝ વિશે વાત કરતાં લીડ અભિનેતા હર્ષલ માંકડ જણાવ્યૂ છે કે ગુજરાતી ફિલ્મો બનાવવા કરતા પણ ચલાવવી વધુ અઘરી છે.
આજના સમયમાં જ્યારે મલ્ટીપ્લેક્સ થિએટર થઈ ગયા છે ત્યારે ગળાકાપ સ્પર્ધા હોવા છતાં અન્ય ફિલ્મો કરતા ગુજરાતી ફિલ્મોને પ્રાધાન્ય થિએટર તરફથી મળતું નથી , તો બીજી તરફ સારું ક્ધટેન્ટ ન મળે ત્યારે પ્રેક્ષકોની ઉદાસીનતા પણ સ્વીકારી અને વધુમાં વધુ લોકોને ગમે એવું સ્વચ્છ મનોરંજન પીરસવું અગત્યનું છે. આ જ સંદર્ભે પ્રકાશ પાડતા રણભૂમિના લેખક દિગ્દર્શક નિલેશ ચોવટિયા એ કહ્યું હતું કે ફિલ્મના માધ્યમથી લોકો અનેક બાબતો શીખે છે. માણસની હેરસ્ટાઇલ થી માંડીને લાઇફસ્ટાઇલ સુધીની અનેક બાબતો પ્રેક્ષકો ફિલ્મ જોઈને શીખે છે ત્યારે આ ફિલ્મના માધ્યમથી સમાજના તમામ લોકોમાં દેશપ્રેમ, એકતા અને અખંડિતતા તેમજ શાસ્ત્રની સાથોસાથ શસ્ત્રની અગત્યતા સમજાવવાનો આ ફિલ્મ માં અમે પ્રયાસ કર્યો છે. ફિલ્મના મુખ્ય અભિનેત્રી શીતલ પટેલ ની આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. તેઓએ રાજીપો વ્યક્ત કરતા જણાવેલું કે તેમના વ્યક્તિગત જીવનમાં તેઓ ક્રાઇમ બ્રાંચમાં અજઈં તરીકે ફરજ બજાવે છે ત્યારે આ ફિલ્મમાં કામ કરવા માટે તેમણે રાજકોટ પોલીસ કમિશ્નરશ્રીની પૂર્વ મંજૂરી મેળવી હતી અને જ્યારે તેમણે આ ફિલ્મની વાર્તા સાંભળી હતી ત્યારથી અંત સુધી તેમને સમગ્ર પોલીસ વિભાગનો પુષ્કળ સહકાર સાંપડ્યો છે. તેમનું માનવું છે કે આજની દરેક નારી માટે સ્વરક્ષણ અને નેશન ફર્સ્ટના અભિગમને અગ્રતા આપવું ખૂબ જ આવશ્યક છે. ફિલ્મમાં જાણીતા ચહેરાઓમાં અભિનેતા મેહુલ બૂચ, વિપુલ વિઠલાણી, મિત્રેશ વર્મા, પૂજા સોની, રાજીવ પંચાલ, ચેતસ ઓઝા,માનીન ત્રિવેદી,વગેરે કલાકારોએ કામ કર્યું છે. ફિલ્મનું માર્કેટિંગ તેમજ પ્રમોશન અભિલાષ ઘોડા (તિહાઇ- ધ મ્યુઝિક પીપલ)સંભાળે છે. જ્યારે ફિલ્મનું નિર્માણ આર્ટ કોર્પોરેશન દ્વારા કરવા આવ્યું છે. આ ફિલ્મ ગઇકાલ તારીખ 27 સપ્ટેમ્બરથી રાજ્યના સિનેમાગૃહોમાં રીલિઝ થઈ ચૂકી છે ત્યારે ફિલ્મના અભિનેતા તથા કાસ્ટીંગ ડાયરેક્ટર ચેતસ ઓઝા એ હળવી ટકોર સાથે કહેલું કે બોલીવુડ કે અન્ય કોઈ પ્રાદેશિક ફિલ્મના કલાકારોને આપણે અંગત રીતે ઓળખતા પણ નથી હોતા છતાં એમનું ફિલ્મ જોવા જતા હોઈએ તો જયારે સ્થાનિક, પોતાના પરિચીત ગુજરાતી ભાષાના અભિનેતા, અને કલાકારો ફિલ્મ લઈને આવ્યા છે ત્યારે રણભૂમિ ફિલ્મને વધાવવા તો ચોક્કસથી બધાએ જવું જ જોઈએ.
ગુજરાતના લોકપ્રિય કલાકાર આદિત્ય ગઢવીએ અમેરિકામાં ડંકો વગાડ્યો
- Advertisement -
ગોતી લો ગોતી લો ફેમ આદિત્ય ગઢવી આજકાલ કેનેડા અને અમેરિકા ની ટુર પર છે. ગત 23 સપ્ટેમ્બરે આદિત્ય ગઢવી કેનેડા માં હતા અને ભારત ના પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી પણ અમેરિકા ના ટૂંકા પ્રવાસે હતા ત્યારે મોદીજી નો એક ખાસ કાર્યક્રમ ખઘઉઈં ઞજ ના નામ થી ભરચક મેદની વચ્ચે યોજાયો હતો ત્યારે આ કાર્યક્રમ માં ખાસ મોદીજી ની ઈચ્છા થી પરફોર્મ કરવા માટે આદિત્ય ને ખાસ કહેણ મોકલવામાં આવ્યું. આદિત્ય એ આ આમંત્રણ સ્વીકાર્યું. અને તરત જ અમેરિકા થી કેનેડા આદિત્યને લેવા માટે એક ખાસ ચાર્ટડ વિમાન મોકલવામાં આવ્યું. આદિત્ય ચાર્ટડ દ્વારા સમયસર અમેરિકા ના ન્યુ જર્સી પહોંચી ગયા અને પોતાનું દમદાર પરફોર્મન્સ આપ્યું. જ્યારે મોદીજી સ્ટેજ પર આવ્યા ત્યારે આદિત્યને જે રીતે ગળે મળ્યા તે ઘટના ખૂબ રોમાંચક હતી આદિત્ય ના માતા પિતા આરતી બેન , યોગેશ ભાઈ અને બેન જાનકી માટે અને પ્રત્યેક ગુજરાતીઓ માટે. જો એક ગુજરાતી તરીકે આપણી છાતી ગર્વથી ફુલે તો પરિવારજનો ને આ બાબતે કેટલું ગર્વ થયું હશે તે વિચારવું કલ્પના બહાર છે. કદાચ આટલું સન્માન કોઈ ગુજરાતી કલાકારને ભૂતકાળમાં મળ્યું હોય તે મારા ધ્યાન માં તો નથી જ. અભિનંદન આદિત્ય યોગેશ અચલદાન બોકક્ષા (ગઢવી) ને.. અભિનંદન યોગેશ બોકક્ષા પરિવારને.. અભિનંદન હરિરસ ના ઘૂટડા ગળથૂથી માં પીવડારનાર દાદાજી અચલદાનજી બોકક્ષા (ગઢવી) ને…