રાજ્યના મોટાભાગના શહેરમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીના નીચે
નલિયા 15.2 ડીગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની ગયું.
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં કાશ્મીર જેવો નજારો છવાઈ ગયો છે. રાજ્યમાં કમોસમી વરસાદ વચ્ચે કાતિલ ઠંડીનો માહોલ છવાઈ ગયો છે. સતત બે દિવસથી લોકો ઠંડીમાં ઠુઠવાયા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ પણ ઠડીમાં વધારો થઈ શકે છે. 4 ડિસેમ્બરથી ઠંડીમાં વધારો થવાનો છે. પરંતુ હાલ ગુજરાતના દરેક શહેરનો પારો ગગડ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીના નીચે પહોંચી ગયુ છે.
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા અમારા ઓફિશ્યિલ ખાસ-ખબર Twitter એકાઉન્ટને લાઈક, ફોલ્લૉ અને શેર કરો
.
TWITTER – https://twitter.com/khaskhabarrjt
- Advertisement -
નલિયા 15.2 ડીગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની ગયુ છે. તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.9 ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં આજે પણ કાતિલ ઠંડી સાથે ફૂંકાવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ આજે પણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે. જેની અસર ઠંડી પર પડી રહી છે. ગુરૂવારે રાજ્યના કુલ 91 તાલુકામાં વરસાદ પડ્યો છે. ભરશિયાળે ચોમાસા જેવો માહોલ રાજ્યમાં સર્જાયો છે.
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા ખાસ-ખબરના ઓફિશ્યિલ INSTAGRAM પેજને ફોલ્લૉ કરો અને શેર કરો
INSTAGRAM – https://instagram.com/rajkotkhaaskhabar?utm_medium=copy_link