ઓડિશા મોડલથી જાનહાનિ ટળી, 1 લાખ લોકો સુરક્ષિત
– ઝીરો કેઝયુઅલટી શબ્દને સાકાર કરવો એટલું સરળ ન હતું
– હવામાન વિભાગ સાથે સંકલન, મંત્રીઓને ઓનગ્રાઉન્ડ જવાબદારી, કેન્દ્ર અને રાજય સરકારનું આગોતરા આયોજન
– લશ્કરી-અર્ધલશ્કરી દળો તથા આરોગ્ય વિભાગ, ઉર્જા વિભાગ સહિતની સ્થાનિક વહીવટી તંત્રની ટીમોની જબરદસ્ત હિંમત
– યુધ્ધના ધોરણે કામગીરીથી શકય બની ગુજરાતની વાવાઝોડા સામેની જીત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના કચ્છમાં લેન્ડફોલ કર્યા બાદ ચક્રવાત બિપરજોય હવે નબળું પડ્યું છે. જોકે એની અસર રાજસ્થાનમાં રવિવાર સુધી રહેશે. અહીં ઘણા વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ ગુજરાતે મોટી તબાહી પાછળ છોડી દીધી છે, પરંતુ સ્થાનિક નાગરિકો, વહીવટીતંત્ર અને સરકારના પ્રયાસોને કારણે મોટી જાનહાનિ અટકાવવામાં સફળતા મળી છે.
સરકારે તોફાન વ્યવસ્થાપન પર ઓડિશા મોડલ અપનાવ્યું. બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે અથડાશે એની 72 કલાક અગાઉ પુષ્ટિ થઈ હતી. આ પછી સરકાર અને રાહત ટીમોએ ખૂબ જ ઝડપી ગતિએ કામ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમર્જન્સી બેઠક બોલાવીને કેન્દ્રીય મંત્રીઓની ટીમ ગુજરાત મોકલી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે ચાર્જ સંભાળ્યો હતો અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. વાવાઝોડાએ કચ્છ-સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં વધુ નુકસાન કર્યું હતું.
પૂર્વતૈયારીઓ અને અસરકારક પગલાં
– મુખ્યમંત્રીએ વાવાઝોડાના સંદર્ભમાં ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની સમીક્ષા બેઠક યોજી હતી અને તમામ જિલ્લાઓના વહીવટીતંત્રને સ્ટેન્ડ-બાય રહેવાના આદેશ કર્યા હતા. વિવિધ જિલ્લાના લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતની માઇક્રો પ્લાનિંગ વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી
– મુખ્યમંત્રીના દિશાનિર્દેશમાં 1 લાખ 8 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 10,918 બાળકો, 5070 વૃદ્ધો, 1152 સગર્ભા મહિલાઓનો સમાવેશ થાય છે
– ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા વાવાઝોડાના કારણે મધદરિયે ફસાયેલા 50 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. દ્વારકામાં કોસ્ટગાર્ડે મધદરિયેથી 50 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. તમામને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના ઓખા ઓપરેશન સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા.
– આ સાથે જ, જરૂર પડે તો મદદમાં આવી શકે તે માટે ભારતીય વાયુદળ, હવાઈદળ અને ભારતીય સેનાને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી
– દરિયો ખેડવા ગયેલા દરેક માછીમાર-સાગરખેડૂ સલામત પરત આવી ગયા હતા અને 21 હજારથી વધુ હોડીઓ લંગારી દેવામાં આવી હતી
– ગુજરાતના દરિયાકાંઠાના 9 જિલ્લાઓ એટલે કે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને વલસાડ તેમજ 1 કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં મળીને કુલ 19 ગઉછઋ ટીમો તહેનાત કરવામાં આવી હતી.



