ફાઈનલમાં રાજસ્થાનને સાત વિકેટથી હરાવી ગુજરાતે પોતાની પ્રથમ સીઝનમાં ટ્રોફી જીતી : હાર્દિક પંડયાનો ઓલરાઉન્ડ દેખાવ : શુભમન ગિલની વિજયી સિક્સર
ખાસ-ખબર સંવાદદાતા
હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી ઈંઙક 2022નું ટાઇટલ જીત્યું હતું. ઝ20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ ટીકાકારોના નિશાના પર બનેલા હાર્દિક પંડ્યા માટે આ ટ્રોફી ઘણી અગત્યની છે. ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ તેને મુંબઈ ઈન્ડિયન્સે પણ રાખ્યો નહોતો. પણ આઈપીએલ 2022માં હાર્દિક પંડ્યાએ પોતાની જાતને સાબિત કરી બતાવી છે. મેચની વાત કરીએ તો, કેપ્ટન હાર્દિક પંડ્યા (3/17) અને રવિ શ્રીનિવાસન સાઈ કિશોર (2/20)ની ઘાતક બોલિંગને કારણે ગુજરાત ટાઇટન્સએ ઈંઙક ટાઇટલ મેચમાં રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું. રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 20 ઓવરમાં 9 વિકેટે 130 રન બનાવીને ગુજરાતને 131 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
જવાબમાં ગુજરાતની ટીમે માત્ર 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ગુજરાત માટે શુભમન ગિલે સૌથી વધુ 43 બોલમાં અણનમ 45 રનની ઇનિંગ રમી હતી. હાર્દિકે 34 રન બનાવ્યા હતા જ્યારે ડેવિડ મિલરે અણનમ 32 રન ફટકારી ટીમને વિજેતા બનાવી હતી.
- Advertisement -
વર્લ્ડ રેકોર્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1.05 લાખ દર્શકો
આઈપીએલ 2022ની ફાઇનલ મેચમાં રેકોર્ડ સંખ્યામાં દર્શકો સ્ટેડિયમ પહોંચ્યા હતાં. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1,04,859 દર્શકો મેચ જોવા પહોંચ્યા હતા. દુનિયાના કોઈપણ સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ જોવા આવેલા દર્શકોની સંખ્યાનો આ વિશ્વ રેકોર્ડ છે. ફાઈનલ મેચ જોવા માટે સામાન્ય લોકોની સાથે ઘણી મોટી હસ્તીઓ પણ પહોંચી હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, અક્ષય કુમાર, આમિર ખાન, ખેલ મંત્રી અનુરાગ ઠાકુર, ઇઈઈઈં પ્રમુખ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ પણ હાજર હતા. આ ઉપરાંત, ક્લોઝિંગ સેરેમનીમાં, એ.આર.રહેમાન અને રણવીર સિંહને જોઈ લોકોને મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
- Advertisement -
ચેમ્પિયન ગુજરાતને મળ્યાં રૂ.20 કરોડ
રનર્સ અપ રાજસ્થાન રોયલ્સને મળ્યા રૂ.12.50 કરોડ : જાણો કોને કેટલાં રૂપિયા મળ્યાં
કોને શું ઇનામ મળ્યું?
વિજેતા ટીમ (ગુજરાત ટાઇટન્સ) – રૂ. 20 કરોડ
રનર-અપ (રાજસ્થાન રોયલ્સ) – રૂ. 12.50 કરોડ
ટીમ નંબર-3 (છઈઇ) – રૂ. 7 કરોડ
ટીમ નંબર-4 (કજૠ) – રૂ. 6.50 કરોડ
ઇમર્જિંગ પ્લેયર – ઉમરાન મલિક – રૂ. 10 લાખ
સૌથી વધુ સિક્સર – જોસ બટલર – રૂ. 10 લાખ
સુપર સ્ટ્રાઈકર – દિનેશ કાર્તિક – ટાટા પન્ચ કાર
ગેમ ચેન્જર – જોસ બટલર – રૂ. 10 લાખ
ફેરપ્લે એવોર્ડ – રાજસ્થાન અને ગુજરાત સંયુક્ત
પાવર પ્લેયર – જોસ બટલર – રૂ. 10 લાખ
સૌથી ઝડપી બોલ – ફર્ગ્યુસન – રૂ. 10 લાખ
સિઝનમાં સૌથી વધુ ચોગ્ગા – જોસ બટલર – રૂ. 10 લાખ
સૌથી વધુ વિકેટ (પર્પલ કેપ) – ચહલ 27 વિકેટ – રૂ. 10 લાખ
સૌથી વધુ રન (ઓરેન્જ કેપ)- બટલર 863 રન – રૂ. 10 લાખ
કેચ ઓફ ધ સીઝન – ઈવન લેવિસ – રૂ. 10 લાખ
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર – જોસ બટલર – રૂ. 10 લાખ
ફાઇનલમાં આમને મળ્યા આ એવોર્ડ
સુપર સ્ટ્રાઈકર ઓફ ધ મેચ: ડેવિડ મિલર
ગેમ ચેન્જર ઓફ ધ મેચ: હાર્દિક પંડ્યા
ક્રેકીંગ સિક્સ એવોર્ડ: યશસ્વી જયસ્વાલ
પાવર પ્લેયર ઓફ ધ મેચ: ટ્રેન્ટ બોલ્ટ
રૂપે ઓફ ધ મેચ : જોસ બટલર
પ્લેયર ઓફ ધ મેચ: હાર્દિક પંડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
ઇન્ડિયન પ્રીમિયર લીગ-2022 પૂરી થઈ ગઇ છે અને ગુજરાત ટાઇટન્સની ટીમ નવા ચેમ્પિયન તરીકે ઉભરી આવી છે. તેની ડેબ્યૂ સીઝનમાં જ ગુજરાત ટાઇટન્સે ઇતિહાસ રચ્યો અને આઈપીએલની પ્રથમ સીઝનના ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ગુજરાતે પોતાના હોમ ગ્રાઉન્ડ પર ટાઈટલ જીત્યું હતું. ફાઈનલ મેચ બાદ ઍવોર્ડસનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા ટીમ-રનર-અપ ટીમ સહિત ટુર્નામેન્ટમાં વધુ સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓ પર ઈનામોનો વરસાદ થયો હતો. વિજેતા ટીમ તરીકે ગુજરાત ટાઇટન્સને 20 કરોડ રૂપિયા જ્યારે રાજસ્થાન રોયલ્સને 12.50 કરોડ રૂપિયા મળ્યા હતા.
ગુજરાત ચેમ્પિયન બનતાં જ નતાશા ભાવુક, મેદાન પર હાર્દિકને ભેટી પડી
ટીમની જીત બાદ મેદાનમાં પહોંચેલી નતાશા હાર્દિક પંડ્યાને ભેટી પડી હતી. નતાશા ખૂબ જ ભાવુક દેખાતી હતી. લાંબા સમય સુધી હાર્દિક કંઇક બોલતા તેને સંભાળતા જોવા મળ્યો હતો. થોડા સમય પછી તે હાર્દિકના ગળા પર હાથ રાખીને હસતાં અને પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. આ સુંદર ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાર્દિક એમએસ ધોની, ગૌતમ ગંભીર અને રોહિત શર્મા બાદ ચેમ્પિયન બનનાર ચોથા ભારતીય કેપ્ટન બન્યા છે.