ડબલ હેડર મેચ-1 બપોરે 3.30 કલાકે
ગુજરાત ટાઇટન્સે છેલ્લી મેચમાં બીજી નવી ફ્રેન્ચાઈઝી લખનઉ સુપર જાયન્ટ્સને પરાજય આપ્યો હતો પરંતુ આઇપીએલમાં તેની અસલી કસોટી શનિવારે દિલ્હી કેપિટલ્સ સામે બીજા ડબલ હેડર મુકાબલામાં થશે. ગુજરાત અને દિલ્હીની ટીમ આઇપીએલની 15મી સિઝનનો વિજય સાથે પ્રારંભ કર્યો હતો અને એમસીએ સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચમાં પણ બન્ને ટીમ વિજયકૂચ જાળવી રાખવાના ઇરાદા સાથે રમશે. આ મુકાબલો સાંજે 7:30 કલાકે રમાશે. લુંગી નગિડી, મુસ્તાફિઝુર રહેમાન તથા સરફરાઝ ખાનના આગમનથી દિલ્હીની બેટિંગ અને બોલિંગ બન્ને વધારે મજબૂત બની છે તો લખનઉ સામે વિજય મેળવવાથી ગુજરાતનો આત્મવિશ્ર્વાસ વધ્યો છે.



