બાળ અધિકારો અને બાળક માટે હિતલક્ષી નીતિઓને અમલમાં મૂકવા સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન આપતા આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબહેન ગજ્જર
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.21
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે આજરોજ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન આયોગે વિવિધ શાળા-સંસ્થાઓની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત આયોગે નિર્માણાધીન ઈણાજ, કલેક્ટર કચેરી પાસે નિર્માણાધીન સ્પોર્ટ્સ સંકુલની પણ મુલાકાત લીધી હતી.
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર અને સચિવ શ્રી દિનેશ કાપડિયા સહિતના આયોગના સભ્યોએ બાળ અધિકાર સુરક્ષા અંગે જિલ્લામાં થયેલી કામગીરી અને તે માટે ઉપયુક્ત સૂચનો માટે કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
અધ્યક્ષએ જિલ્લામાં બાળ સંરક્ષણ માટે થયેલા વિવિધ પ્રયત્નો વિશેની જાણકારી મેળવી રાજ્ય સરકાર માટે દરેક બાળક મહત્વનું છે, તેમ જણાવી દરેક બાળકની પૂરતી કાળજી રાખવામાં આવે તે માટે લેવાપાત્ર પગલાઓની વિશદ્ જરૂરિયાત આ અવસરે વર્ણવી હતી.
તેમણે બાળકોના ઉછેર, શિક્ષણ, પોષણ પર વિશેષ ભાર મૂકી અને બાળ અધિકારો અને બાળક માટે હિતલક્ષી નીતિઓને અમલમાં મૂકવા માટે જરૂરી સૂચનો ઉપસ્થિત અધિકારીઓને કર્યા હતાં.
અધ્યક્ષશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે અને આયોગ આ દિશામાં સક્રિય રીતે કામગીરી કરી રહ્યું છે. જિલ્લામાં બાળકો માટે સર્વશ્રેષ્ઠ કામ થાય તેમજ બાળકોને લગતી કોઈપણ ઘટના બને તો તરત જ પ્રતિભાવ આપી અને બાળકોને અન્યાય ન થાય તે માટેના પ્રયત્નો કરવા માટે વિવિધ વિભાગોને માર્ગદર્શિતકર્યાંહતાં.