GT 7 વિકેટથી જીત્યું, કેપ્ટન ગિલની ફિફ્ટી; સિરાજની 4 વિકેટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
સનરાઇઝર્સ હૈદરાબાદને IPL 2025માં સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. હોમ ટીમનો ગુજરાત સામે 7 વિકેટથી પરાજય થયો હતો. ગુજરાતે સતત ત્રીજી મેચ જીતી છે. આ ઉપરાંત ગુજરાતે સતત ચોથી મેચમાં SRHને હરાવ્યું છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલા 153 રનના ટાર્ગેટને ગુજરાતે 16.4 ઓવરમાં 3 વિકેટે ચેઝ કરી લીધો. કેપ્ટન શુભમન ગિલે 61 રનની અણનમ ઇનિંગ રમી. જ્યારે શેરફેન રૂધરફોર્ડ 35 રન બનાવી અણનમ રહ્યો. વોશિંગ્ટન સુંદરે 49 રન બનાવ્યા.
- Advertisement -
મોહમ્મદ શમીએ 2 વિકેટ લીધી, જ્યારે કેપ્ટન પેટ કમિન્સે એક વિકેટ લીધી. ગુજરાતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 152 રન બનાવ્યા. નીતિશ કુમાર રેડ્ડી (31 રન) અને હેનરિક ક્લાસેન (27 રન)એ એકમાત્ર 50+ રનની ભાગીદારી કરી. ૠઝ તરફથી મોહમ્મદ સિરાજે 4 વિકેટ લીધી. પ્રસિદ્ધ ક્રિષ્ના અને સાઈ કિશોરે 2-2 વિકેટ લીધી હતી. ગુજરાતે સતત ત્રીજી મેચ જીતી છે. ટીમના 4 મેચ બાદ 6 પોઈન્ટ છે. ટાઇટન્સ ટીમ બીજા સ્થાને આવી ગઈ છે. હૈદરાબાદ સતત ચોથી મેચ હારી ગયું છે. ટીમના 5 મેચ બાદ 2 પોઈન્ટ છે. સનરાઇઝર્સ ટીમ 10મા સ્થાને છે. ગુજરાતે સતત ત્રીજી મેચ જીતી છે. ટીમે હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું. 17મી ઓવરના ચોથા બોલ પર ગિલે એક રન લઈને ટીમને વિજય અપાવ્યો. 15મી ઓવરમાં, શેરફેન રૂધરફોર્ડે અભિષેક શર્માની ઓવરમાં સતત ચાર ચોગ્ગા ફટકાર્યા. આ ઓવરમાંથી 18 રન આવ્યા. ઓવરના પાંચમા બોલ પર, રૂધરફોર્ડના બેટને અડીને બોલ વિકેટકીપર હેનરિક ક્લાસેનના પેડ પર વાગ્યો અને પછી સ્ટમ્પ પર ગયો. જોકે, રૂધરફોર્ડ ક્રિઝની અંદર હતો અને આઉટ થવાથી બચી ગયો.