રાજ્યમાં વધતા જતા સાયબર ક્રાઈમને લઈ પોલીસ સતર્ક બની છે. રાજ્યનાં ગૃહમંત્રી દ્વારા 244.57 કરોડનાં ખર્ચે જીલ્લા કક્ષાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સહિત અન્ય લોકાર્પણ કર્યા હતા.
આજે સમગ્ર રાજ્યના અલગ અલગ સ્થળના ૧૪ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનોનો ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું.
- Advertisement -
આધુનિક ટેકનોલોજીથી સજ્જ નવીન સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનો દ્વારા પોલીસ વધુ ઝડપથી અને ચોકસાઈથી કાર્ય કરીને પીડિતોની મદદ કરી શકશે.
📱સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર: ૧૯૩૦ pic.twitter.com/42bIZoJ2qn
— Harsh Sanghavi (@sanghaviharsh) December 30, 2023
- Advertisement -
ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યમાં બનતી સાયબર ક્રાઈમની ઘટનાઓને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તા. 30 અને 31 ડિસેમ્બર દરમ્યાન દાહોદ, ખેડા, નર્મદા, મહિસાગર, તાપી-વ્યારા, ડાંગ આહવા, મોરબી, દેવભૂમિ દ્વારકા, છોટાઉદેપુર, અરવલ્લી, પાટણ, બોટાદ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગ્ર નગર મળી સમગ્ર રાજ્યનાં અલગ અલગ સ્થળનાં 14 સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આધુનિક ટેકનોલોજીથી સજ્જ નવીન સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનો દ્વારા પોલીસ વધુ ઝડપતી અને ચોકસાઈથી કાર્ય કરીને પીડિતોની મદદ કરી શકશે. સાયબર ક્રાઈમ હેલ્પલાઈ નંબર 1930 પણ જાહેર કરાયો હતો.
વિકાસ અને લોક સુખાકારીનો નવો અધ્યાય લખતી રાજ્ય સરકાર !
વડોદરા જિલ્લાના ભાયલી ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા નવનિર્મિત પોલીસ આવાસ કક્ષા બી-૪૦(પી+૧૦) અને સી-૦૪(જી+૧) આવાસો તથા તાલુકા પોલીસ સ્ટેશનનું વિવિધ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું.
ગુજરાત પોલીસની… pic.twitter.com/oizB9zzNmu
— Harsh Sanghavi (@sanghaviharsh) December 31, 2023
આરોગ્યલક્ષી કાર્યોનું ઈ-લોકાર્પણ કર્યું
તાજેતરમાં જ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા અદ્યતન બસ સ્ટેન્ડ, સંપૂર્ણ સુવિધાથી સજ્જ પોલીસ આવાસો, નવીન પોલીસ સ્ટેશનનાં મકાન, તેમજ નવીન 50 એસટી બસ તેમજ વિવિધ આરોગ્યલક્ષી કાર્યોનું ઈ- લોકાર્પણ કર્યા હતા.
વડોદરાના કુંભારવાડા ખાતે નવનિર્મિત પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું. પોલીસ તંત્ર આ વિસ્તારના નાગરિકોની સુરક્ષા, સલામતી અને શાંતિ માટે વધુ સારી રીતે કામ કરી શકે તે માટે અત્યાધુનિક રીતે આ પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર નાગરિકો અને તેમની સુરક્ષાના સાથી એવા… pic.twitter.com/0OtrFfi5tb
— Harsh Sanghavi (@sanghaviharsh) December 31, 2023
પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં 667 આવાસોનો ડ્રો કરવામાં આવ્યો
તેમજ પીએમ સ્વનિધિ યોજનાનાં લાભાર્થીઓને 57 કરોડથી વધુ લાભો અપાયા હતા. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં 667 આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો. તેમજ ડેસર તાલુકાનાં નવા શિહોરા ગામે ભારત સંકલ્પ યાત્રાાં સહભાગી થઈ રૂા. 2.73 કરોડનાં આરોગ્યલક્ષી પ્રોજેક્ટનો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યો હતો.