નવરાત્રી રાજ્ય સરકાર અમુક ગાઈડલાઇન્સને ધ્યાનમાં રાખીને નવરાત્રીની ઉજવણી કરવા અંગે વિચારણા કરશે : નીતિન પટેલ
કોરોના મહામારી વચ્ચે આ વર્ષે નવરાત્રીનું આયોજન થશે કે નહી.તેવામાં ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગરબાના આયોજનને લઇને સંકેતો આપ્યા છે. તેમણે જણાવ્યું કે નવરાત્રીની મંજૂરી માટે વિચારણા ચાલી રહી છે. ગરબાએ ગુજરાતની ઓળખ છે ત્યારે ડેપ્યુટી સીએમે મહત્વપૂર્ણ નિવેદન આપ્યુ છે.
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવશે કે નહીં તે અંગે વિચારણા કરવાની વાત કહી હતી. તેમણે એક પ્રેસ કોનફરન્સમાં જણાવ્યું હતું કે વર્ષોથી નવરાત્રીની રાહ જોઈ રહેલા દિકરા દિકરીઓ ગરબે ઘુમવા આતુર રહે છે. તેમની ભાવનાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર નવરાત્રી ઉજવવા અંગેના પ્રસ્તાવ પર વિચારણા કરી શકે છે.
- Advertisement -
વધુમાં તેમણે જણાવ્યું હતું કે નવરાત્રી રાજ્ય સરકાર અમુક ગાઈડલાઇન્સને ધ્યાનમાં રાખીને નવરાત્રીની ઉજવણી કરવા અંગે વિચારણા કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગરબા ગુજરાતની ઓળખ છે. માટે ગરબા રમવા માટે કેટલા લોકો, કેટલા સમય માટે અને ક્યારે ગરબા રમી શકે તે અંગે પણ વિચારણા કરવામાં આવશે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે કોરોના સંકટ અટકે તે પણ જરૂરી છે.