PM મોદીનાં ગુજરાત આગમનથી ફક્ત ભાજપનાં સભ્યો જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની પ્રજામાં ઉત્સાહ
એરપોર્ટથી કમલમ સુધીના રસ્તે મયૂર ડાન્સ, ભરતનાટ્યમથી વડાપ્રધાનનું સ્વાગત
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ પણ ખુલ્લી થારમાં રોડ શો કર્યો હતો. પીએમ મોદીએ ખુલ્લી જીપમાં ભાજપ લખેલી કેસરી ટોપી સાથે જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં સૌથી આકર્ષણને વાત ભાજપની કેસરી કલરની ટોપી રહી. આ કેસરી કલરની ટોપીમાં ભાજપ લખેલું હતું. એરપોર્ટથી કમલમ સુધીના રસ્તા પર મયૂર ડાન્સ, કુચીપુડી, ભરતનાટ્યમ જેવી પ્રસ્તુતિથી વડાપ્રધાનનું સ્વાગત કરાયું હતું.
ગુજરાત ભાજપનાં હેડ ક્વાર્ટર ‘કમલમ’માં વડાપ્રધાન મોદીની આકર્ષક રંગોળી બનાવાઈ

- Advertisement -
કમલમમાં 30થી 40 મિનિટ સુધી PM મોદીએ તમામ નેતાઓના ક્લાસ લીધા, ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું
વડાપ્રધાન મોદીએ એરપોર્ટથી રોડ શો કરીને કમલમ પહોંચીને ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક કરી હતી. મોદીએ આગામી ચૂંટણીને લઈને તમામ નેતાઓ, ધારાસભ્યો અને સાંસદોના ક્લાસ લીધા હતાં. બીજી તરફ કમલમમાં ભાજપના તમામ નેતાઓ માસ્કમાં જોવા મળ્યાં હતાં પરંતુ મોદી, પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માસ્ક વિના જોવા મળ્યા હતાં.
બેઠકમાં મોદીએ કહ્યુ કે, તમામ લોકોને એક સાથે ઘણા સમયે જોવાનો મોકો મળ્યો છે. આ બેઠક પૂર્ણ કરીને તેઓ રાજભવન તરફ રવાના થયાં હતાં. મોદીના કાફલાને કારણે એપોલો સર્કલથી અગોરા મોલ સુધી ટ્રાફિક જામ થઈ ગયો છે. બીજી તરફ બાળકો સ્કૂલેથી છુટી ગયાં છે અને તેમને લેવા જનાર વાલીઓ ટ્રાફિકમાં ફસાયાં છે. સ્કૂલમાંથી વાલીઓને કોલ આવી રહ્યાં છે કે તમારા બાળકોને લઈ જાઓ.પંચાયત મંત્રી બ્રિજેશ મિરેજા અગોરા મોલ પાસે ટ્રાફિકમાં અટવાઈ પડ્યાં હતાં. તેમને તાત્કાલિક પોલીસ બોલાવી ટ્રાફિક હળવો કરીને તેમની ગાડીને જગ્યા આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
GMDC ગ્રાઉન્ડ સામે ભીડ જામી
સરપંચ સહિતના 1.50 લાખ કાર્યકરોને માર્ગદર્શન આપશે
ઉત્તરપ્રદેશ સહિત 5 રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જેમાંથી હાલ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપૂર અને ગોવામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. હવે વડાપ્રધાન મોદી ચાર રાજ્યોની ચૂંટણીનો વિજયોત્સવ મનાવવા સાથે ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકવા અમદાવાદ આવ્યા છે.વડાપ્રધાને એરપોર્ટથી કમલમ સુધી બે કલાક રોડ શો કર્યો હતો. કમલમમાં ગુજરાતના નેતાઓ સાથે હાલની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કર્યા બાદ ૠખઉઈમાં ગુજરાત પંચાયત મહા સંમેલનમાં જશે. જેને લઈ ૠખઉઈ ગ્રાઉન્ડમાં તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
‘મારું ગામ, મારું ગુજરાત’ થીમથી ચૂંટણી પ્રચારનો આરંભ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મિશનનો પ્રારંભ મોદી 11 માર્ચ એટલે કે શુક્રવારે અમદાવાદના ૠખઉઈ ગ્રાઉન્ડમાંથી કરશે. અહીં ’મારું ગામ, મારું ગુજરાત’ના નામના સરપંચ સંમેલનમાં ગુજરાતભરમાંથી 1 લાખથી વધુ ભાજપના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને ભેગા કરવામાં આવશે. ગ્રામ્ય સશક્તિકરણની સાથે ગામડે-ગામડે ભાજપની વિકાસ યોજનાઓના અમલીકરણના પ્રચારનો પણ મોદીનો માસ્ટરસ્ટ્રોક છે.
80ના દાયકામાં RSSની કાળી ટોપીમાં દેખાયેલા મોદીએ ગુજરાત ભાજપને નવી ભગવા ટોપીની ગિફ્ટ આપી
ખેસ નહીં, ટોપી ભાજપની નવી ઓળખ

ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવીને બીજા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવ્યા છે. એરપોર્ટથી ગાંધીનગર પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ સુધી 10 કિ.મી.ના રોડ-શોમાં બધે મોદીની નવી ભગવા ટોપીની જ ચર્ચા છે. ભાજપ તરફથી એવી પણ જાહેરાત કરાઈ છે કે, હવે આગામી વિધાનસભા ચૂંટણી સુધી ભાજપના તમામ નેતાઓ અને કાર્યકરો પ્રચાર દરમિયાન આ નવી ભગવા ટોપી જ પહેરશે. જો કે, અલગ-અલગ પ્રસંગને અનુરૂપ ટોપી પહેરવી એ મોદીની જૂની આદત અને શૈલી છે. નરેન્દ્ર મોદી એંશીના દાયકામાં છજજના પ્રચારક હતા ત્યારે સંઘના દરેક કાર્યક્રમમાં કાળી ટોપી પહેરતા હતા. તે સમયે તો તેઓ સંઘની શાખામાં પણ જતા હતા અને સફેદ શર્ટ-ખાખી ચડ્ડી તથા કાળી ટોપીનું સંપૂર્ણ યુનિફોર્મ પહેરતા હતા.


