સૌ કોઇના સ્વાસ્થ્યની દરકાર લેતી ભરોસાની ભાજપ સરકાર
નિ:શુલ્ક સારવાર, દવા અને તબીબી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ બની, ગુજરાતની પ્રથમ એઈમ્સ રાજકોટને મળી
- Advertisement -
108 એમ્બ્યુલન્સ, મા કાર્ડ, આયુષ્માન કાર્ડ, જન ઔષધી કેન્દ્ર, સ્વાસ્થ્ય વીમો, મેડીકલ કોલેજો અને મલ્ટીસ્પેશિયલિસ્ટ હોસ્પિટલ ડબલ એન્જીન ભાજપ સરકારની દેન હોવાનું જણાવતા ડો. દર્શિતાબેન શાહ
ખાસ-ખબર સંવાદદાતા
તાલુકા-જિલ્લા, રાજ્ય અને દેશના વિકાસમાં ત્યાંના લોકોની આર્થિક સમૃદ્ધિની સાથેસાથે તેમની શારીરિક સમૃદ્ધિ-તંદુરસ્તી પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આર્થિક પ્રગતિ માટે શારીરિક સ્વસ્થતા અત્યંત અનિવાર્ય છે. સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિ જ સ્વસ્થ સમાજ, રાજ્ય અને દેશ નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે છે. આ જ લક્ષ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ અવિરત જનસ્વાસ્થ્ય સેવાના કાર્યો કરી આરોગ્ય ક્ષેત્રે દેશભરમાં ગુજરાત અગ્રેસર બન્યું છે. એવું જણાવતા રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ભાજપ ઉમેદવાર ડો. દર્શિતાબેન શાહે કહ્યું હતું કે, વર્ષ 2007થી 108 એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ થયો ત્યારે, ગુજરાત દેશમાં આ પ્રકારની સેવા શરૂ કરનાર બીજું રાજ્ય હતું. આજે 587 રોડ એમ્બ્યુલન્સ અને 2 બોટ એમ્બ્યુલન્સની સેવાઓ કાર્યરત છે. દરિયામાં કામ કરતાં માછીમારોના આરોગ્ય માટે પોરબંદર અને ઓખા બંદર ખાતે બોટ એમ્બ્યુલન્સ સેવાનો નવતર અભિગમ ભાજપ સરકારે અપનાવ્યો છે.
આશરે 30 જેટલી મેડિકલ કોલેજો અને 5500થી અધિક તબીબી બેઠકો સાથે તબીબી શિક્ષણમાં ગુજરાતની અગ્રેસરતા છે. પાંચ વર્ષ પહેલાં 56000 ડોકટરોની સંખ્યા સામે આજે 75000 જેટલા ડોકટરો ગુજરાતમાં તબીબી સેવા આપી રહ્યા છે. 34000થી વધીને 65000 નર્સો દર્દીઓની સેવા કરી રહી છે. શહેરી વિસ્તારમાં 20.28 મિનિટમાં અને ગ્રામીણ વિસ્તારમાં 25.06 મિનિટમાં 108 ઇમરજન્સી સેવાનો લાભ ગુજરાતની જનતાને મળે છે. રાજ્યના 20 લાખથી વધુ લોકોના જીવ 108 ઇમરજન્સી સેવાને કારણે બચી શક્યા છે. 8 કરોડ જેટલા ઇમરજન્સી કોલ્સ 108ની સેવાએ રિસિવ કર્યા છે. ગુજરાતમાં 108ની સેવા દેશભરમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે અનુકરણીય બની છે.
સ્વાસ્થ્ય ક્ષેત્રે સુવિધા અને સેવામાં નિરંતર વધારો કરવા માટે રાજ્યમ 6 સરકારી મેડિકલ કોલેજો, 6 શૈક્ષણિક હોસ્પિટલો, ર સરકારી ડેન્ટલ કોલેજો અને સલંગ્ન હોસ્પિટલો, 1 એમ. એન્ડ જે. ઈન્સ્ટિટયુટ ઓફ ઓપ્થોલ્મોલોજી, 1 ગર્વ. સ્પાઇન ઈન્સ્ટિટયુટ, 5 સરકારી ફીઝીયોથેરાપી કોલેજો, જી.એમ.ઇ.આર.એસ.ની 8 મેડિકલ કોલેજો અને 8 હોસ્પિટલો, 3 ગ્રાન્ટ ઇન એઇડ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલો તેમજ 8 સરકારી નર્સીંગ કોલેજો કાર્યરત છે. મેડિકલ અભ્યાસક્રમ માટે 31 કોલેજમાં 5700 બેઠકો, ડેન્ટલ માટે 13 કોલેજમાં 1340 બેઠકો અને ફીઝીયોથેરાપી કોર્ષ માટે 76 કોલેજમાં 4725 બેઠકો ઉપલબ્ધ છે. મેડિકલ એજ્યુકેશન પોસ્ટ ગ્રેજ્યુએટ, હોમિયોપેથીક તથા આયુર્વેદમાં નોંધપાત્ર બેઠકોનો વધારો થયો છે. આ ઉપરાંત રાજ્યના નાગરિકોને ઘર આંગણે વૈશ્વિક સ્તરની આરોગ્ય સવલતો મળી રહે તે માટે અત્યાધુનિક સુવિધા ધરાવતી એઈમ્સ હોસ્પિટલ રાજકોટમાં આવી ચૂકી છે. અમદાવાદ જેવા મોટા શહેરોથી લઈને આટકોટ જેવા નાના ગામોમાં પણ મલ્ટીસ્પેશિયલિસ્ટ હોસ્પિટલ શરૂ થઈ ચૂકી છે. જરૂરિયાતના સમયે દરેક માનવીને તાત્કાલિક સારવાર મળે તે જ રીતે પશુને પણ મળે તે હેતુસર અબોલ જીવો માટે ઈમરજન્સી સેવા, એનિમલ એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે. હવે દરેક જીવ માટે નાની-મોટી બીમારીનું નિદાન શક્ય છે. કોંગ્રેસના શાસનમાં બીમાર વ્યક્તિ ઘરથી સીધી સ્મશાન સુધી જતી હતી, ભાજપના શાસનમાં બીમારી વ્યક્તિ હોસ્પિટલથી સ્વાસ્થ્ય થઈ ઘર જાય છે. એટલું જ નહીં ઘરથી હોસ્પિટલ અને હોસ્પિટલથી ફરી ઘર જવા સુધીનો ગાડીભાડું સહિતનો ખર્ચ ભાજપ સરકાર ઉઠાવે છે.
પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, જનની શિશુ સુરક્ષા યોજના, મમતા દિવસ, ચિરંજીવી યોજના, ખિલખિલાટ, ફર્સ્ટ રેફરલ યુનિટ સુદ્રઢીકરણ, ઓબ્સટેટ્રીક આઈ.સી.યુ. વગેરે યોજનાનાં ગુણવત્તાયુક્ત અને અસરકારક અમલને લીધે રાજ્યનો માતા મૃત્યુદર પ્રતિ એક લાખ જીવિત જન્મે 112થી ઘટીને વર્ષ 2016-18 દરમિયાન 75 થયા છે. ગુજરાતમાં દીકરાઓની સરખામણીએ દીકરીઓની સંખ્યા વધી છે. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ, પલ્સ પોલિયો અભિયાન, ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન જેવી રાષ્ટ્રીય ઝુંબેશનો ગુજરાતની ભાજપ સરકારે ગુણવત્તાયુક્ત્ત અસરકારક અમલ કર્યો છે. આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને મા યોજના સાથે સંકલિત કરી સ્વાસ્થ્ય યોજનાનો વ્યાપ વધારવામાં આવ્યો છે. રાજ્યમાં 8 મહાનગરપાલિકા અને 65 નગરપાલિકામાં પ્રાથમિક આરોગ્ય સેવાઓ પુરી પાડવા કાર્યરત 317 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 14 શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર થકી શહેરી વિસ્તારમાં કુટુંબ કલ્યાણની સેવાઓ, સગર્ભા સ્ત્રીઓ / બાળકોને રસીકરણ, બિનસંચારી અને સંચારી રોગો, ક્ષય રોગ નિદાન-સારવાર, માઈનોર અને મેજર ઓપરેશન, વાહકજન્ય અને પાણીજન્ય રોગોના નિદાન-સારવાર, સર્વેલન્સ જેવી પ્રાથમિક આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આજે ગંભીર બીમારીઓથી ગુજરાતના નાગરિકો મુક્ત થયા છે, સ્વાસ્થ્ય અને ગુણકારી જીવન જીવી રહ્યા છે.
નોંધનીય છે કે, કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જીન ભાજપ સરકારની આગેવાનીમાં સમગ્ર દેશમાં મેન્યુફેકચરિંગ અને ઓટો હબ બનેલું ગુજરાત ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ડિવાઈસીસ સેક્ટરમાં પણ અગ્રેસર-અવ્વલ છે. ફાર્મા સેક્ટરનાં 4પ00થી વધુ ઉત્પાદન એકમો સાથે ગુજરાત એકલું દેશના કુલ ફાર્માસ્યુટિકલ આઉટપુટમાં 31 ટકા જેટલું માતબર યોગદાન આપે છે. દેશના કુલ ફાર્મા મશીનરી આઉટપુટમાં 40 ટકા પ્રદાન ગુજરાત કરે છે.
ેશમાં ફાર્મા સેક્ટરની 284 જેટલી કંપનીઓ છે જે પૈકી ગુજરાતમાં 146 જેટલી મેડિકલ ડિવાઈસીસની કંપનીઓ આવેલી છે. ગુજરાત વૈશ્વિકસ્તરે ફાર્મા ક્ષેત્રે વિશિષ્ટ સ્થાન ધરાવે છે અને જેનેરીક દવા ક્ષેત્રે નોંધપાત્ર સપ્લાયર રાજ્ય બન્યું છે. સામાન્ય રીતે લોકોને પરવડે તેવી ઉચ્ચ ગુણવત્તાવાળી સસ્તી દવા અને સ્વાસ્થ્ય સેવા એ ભાજપ સરકારની પ્રાથમિકતા છે. સમગ્ર ભારતમાં 6200થી વધુ ગુણવત્તાયુક્ત અને સસ્તી દવા ઉપલબ્ધ કરાવતા જેનરીક સ્ટોર્સ કાર્યરત છે જેમાં મોટાભાગના ગુજરાતમાં આવેલા છે. 108 એમ્બ્યુલન્સ, મા કાર્ડ, આયુષ્માન કાર્ડ, જન ઔષધી કેન્દ્ર, સ્વાસ્થ્ય વીમો, મેડીકલ કોલેજો અને મલ્ટીસ્પેશિયલિસ્ટ હોસ્પિટલ ડબલ એન્જીન ભાજપ સરકારની દેન હોય આગામી વિધાનસભા ચૂંટણીના મતદાન દિવસ 1 ડિસેમ્બરના રોજ દરેક મતદાતાએ ભાજપ તરફી જંગી મતદાન કરી ફરી રાજ્યભરમાં કમળ ખીલવવાની જવાબદારી આપણા સૌની છે એવું રાજકોટ પશ્ચિમ બેઠકના ભાજપ ઉમેદવાર ડો. દર્શિતાબેન શાહે જણાવ્યું હતું.