સરકાર ગામડાઓના લોકોનું જીવન સુખ સુવિધારૂપ બને તે માટે કટિબદ્ધ છે : ભૂપતભાઈ બોદર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદરની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશ ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સતા ને સાધના માની ને દેશની તસવીર અને તકદીર બદલી ને વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના માર્ગદર્શનમાં ગુજરાત વિકાસ ની કેડી પર અવિરત આગળ વધી રહ્યું છે અને દેશ ને નવી દિશા આપી રહ્યું છે. રાજ્ય ના મહાનગરો અને જીલ્લાઓ, તાલુકાઓ, ગામડાઓ અધ્યતન સુવિધાઓ થી સજ્જ બની રહ્યા છે અને ગુજરાત ની જનતા સુશાસનનો અનુભવ કરી રહી છે.
ત્યારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ. 178 લાખના ખર્ચે મંજુર થયેલ માલીયાસણ – ધમલપર – પીપળીયા રોડ તથા પીપળીયા – ખીજડીયા – જેપર રૂપાવટી રોડના ડામર કામનું ખાતમુહુર્ત લોકલાડીલા સાંસદ મોહનભાઈ કુંડારિયા તથા રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદર ના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ તકે મોહનભાઈ કુંડારિયા તેમજ ભૂપતભાઈ બોદર એ જણાવ્યું હતું કે માલીયાસણ – ધમલપર – પીપળીયા રોડ તથા પીપળીયા – ખીજડીયા – જેપર રૂપાવટી રોડ પર ડામર રોડ ની સુવિધાથી વાહન ચાલકો તેમજ રાહદારી ની સુખ – સુવિધા – સગવડતામાં વધારો થશે.